અનંત અને રાધિકાના સંગીત સંધ્યમાં અંબાણી પરિવારે ” ઓમ શાંતિ ઓમ ” સોંગ પર કર્યો સુંદર ડાન્સ, મુકેશ અંબાણી પણ લગાવ્યા ઠુમકા, જુઓ વિડિયો…
અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ગઈકાલે, 5 જુલાઈના રોજ, અંબાણી પરિવારના યુવાન દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણીઓનો પ્રારંભ ભવ્ય સંગીત સમારોહ સાથે થયો. આ સંગીત સમારોહ મુંબઈના Jio World Centre ખાતે યોજાયો હતો, જેમાં દેશભરના ખ્યાતિપ્રાપ્ત કલાકારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ સંગીત સમારોહ ખાસ કરીને તેના માટે યાદગાર બન્યો કારણ કે અંબાણી પરિવારે બોલીવુડની સુપરહિટ ફિલ્મ “ઓમ શાંતિ ઓમ”ના ગીત “દીવાનગી દીવાનગી” પર સંગીતબદ્ધ પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનમાં મુકેશ અને નીતા અંબાણી, તેમનાં બાળકો આકાશ અને શ્લોકા, અને ઈશા અને આનંદ પિરામલ સાથે જોડાયા હતા. પરિવારે તેમના ઉત્સાહ અને ઉમંગનો પરિચય આપતા ખુલ્લા મનથી ડાન્સ કર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ સંગીત સમારોહમાં બોલીવુડના અનેક દિગ્ગજ કલાકારોએ પણ પોતાની પ્રસ્તુતિઓ આપીને સમારોહમાં ચાર ચાંદ લગા. શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, માધુરી દીક્ષિત , જાહ્નવી કપૂર ખાન, સલમાન ખાન, અને અન્ય ઘણા કલાકારોએ આ સંગીત સમારોહમાં ભાગ લીધો અને તેને ખાસ બનાવ્યો.
અંબાણી પરિવાર દ્વારા આયોજિત આ સંગીત સમારોહ ખરેખર ભવ્ય અને અવિસ્મરણીય હતો. સંગીત, નૃત્ય, અને ઉત્સવનો આ અનોખો સમાગમ દરેક ઉપસ્થિત વ્યક્તિના મનમાં કાયમ માટે છપાઈ રહેશે. આ ઉજવણીઓ અનંત અને રાધિકાના લગ્ન માટે ઉત્તેજના અને ઉત્સાહનું વાતાવરણ બનાવી રહી છે, જે 12 જુલાઈના રોજ યોજાવાની છે.