સાપૂતરામાં મોટી દુર્ઘટના ઘટી! ૭૦ મુસાફર ભરેલી બસ ખીણમાં ખાબકતા લોકો જીવ જોખમમાં મુકાયા, બે ના મોત અન્યને ગંભીર ઇજા…જાણો વિગતે
ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારામાં આજે એક દુ:ખદ ઘટના બની છે. સુરતથી આવતી એક લક્ઝરી બસ સાપુતારા ઘાટ નજીક ખીણમાં ખાબકી ગઈ છે.
આ ઘટનામાં બે લોકોના મોત થયા હોવાની શંકા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતમાં 70 જેટલા પ્રવાસીઓ સવાર હોવાનું અનુમાન છે.
જાણકારી મુજબ, બસ ડ્રાઈવરે ખીણ પાસે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ ખીણમાં ખાબકી ગઈ હતી.અકસ્માતની જાણ થતાં તાત્કાલિક સાપુતારા પોલીસ અને 108ની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.
ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના પ્રવાસન સ્થળો પર સુરક્ષા વ્યવસ્થાઓને લઈને સવાલો ઉભા કરે છે. જરૂરી છે કે સરકાર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે કડક પગલાં લેવામાં આવે.
આ ઘટનામાં જાન ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે અમે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.