Gujarat

અંબાણીનો વતન પ્રેમ! લગ્ન બાદ લંડન નહીં પણ જામનગર પહોંચ્યા રાધિકા અને અનંત, નવ દંપતીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જુઓ વિડિયો

અનંત અને રાધિકાના લગ્ન સમારોહ પૂર્ણ થયા બાદ, મીડિયામાં એવી અટકળો ચાલી રહી હતી કે અંબાણી પરિવાર લંડનમાં સેલિબ્રેશન કરવા જશે. પરંતુ આ બધી જ અટકળોને ખોટી પાડીને, અંબાણી પરિવાર જામનગર પહોંચ્યો છે.ગઈકાલે અનંત અને રાધિકાનું જામનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. લગ્ન બાદ સૌથી પહેલા આ નવદંપતિ જામનગરવાસીઓના આશીર્વાદ લેવા પધાર્યા છે.

જાણવા મળ્યું છે કે અનંતને જામનગર ખૂબ જ ગમે છે અને આ જ કારણે તેઓ લગ્ન પછી સૌ પ્રથમ જામનગર પહોંચ્યા છે.અંબાણી પરિવારના આગમનથી જામનગરમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. લોકો આ નવદંપતિને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.આગામી દિવસોમાં અંબાણી પરિવાર જામનગરમાં શું કાર્યક્રમો યોજશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.જો કે, એવી શક્યતા છે કે તેઓ કેટલાક દિવસો સુધી જામનગરમાં રહેશે.

સૌથી ખાસ વાત એ છે કે, અંબાણી પરિવારની પુત્રવધૂ સાદગીમાં જોવા મળી, ન તો કિંમતી પોશાક કે ઘરેણાં બસ એક સામાન્ય પરિવારની મહિલાની જેમ જ રાધિકાનો લુક જોવા મળ્યો છે, આ પહેલા પણ જ્યારે ગામડામાં જમણવાર નું આયોજન કરવામાં આવ્યું, ત્યારે અંબાણી પરિવારની સાદગી જોવા મળી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!