આ છે ગુજરાતનું એક માત્ર ગામ કે, જ્યાં ક્યાંય ચા નથી મળતી! કારણ જાણીને તમે વખાણ કરશો….જાણો પૂરી વાત
ગુજરાતમાં અનેક રંગબેરંગી ગામડાઓ આવેલા છે. આવા જ એક અનોખા ગામ વિશે આપણે આજે વાત કરીશું. આ ગામ છે કોલકી, જે ઉપલેટા તાલુકામાં આવેલું છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, ગુજરાતમાં ચા વિના કોઈ નો દિવસ નથી ઊગતો. ત્રણેય સમય સુધી ચા તો પીવાય જ છે અને દરેક ગામોમાં ચાની દુકાન પણ હોય છે પરંતુ કોલકી એક માત્ર એવું ગામ છે, જ્યાં ચા બજારમાં વેચાતી નથી મળતી.
આ ગામના લોકોનુ માનવું એવું છે કે, લોકોની મહેમાનગતિ કરવા માટે ચા તો ઘર આંગણે જ લોકોને પીવડાવી જોઈએ. આ ગામના લોકોનું માનવું છે કે, ચા એ માત્ર એક પીણું નથી, પરંતુ એક સંબંધ છે. તેઓ માને છે કે, ચા પીવાથી સંબંધો મજબૂત બને છે. આથી જ આ ગામના લોકો એકબીજાને ઘરે બોલાવીને ચા પીવે છે.
કોલકી ગામમાં ચા ન વેચવાની પરંપરાને ખૂબ જ ગર્વથી પાળે છે. કોલકી ગામ આપણને સંબંધોની મહત્તા શીખવે છે. આજના દોડધામ ભર્યા જીવનમાં આપણે એકબીજા સાથે વાતચીત કરવાનું ભૂલી જઈએ છીએ. કોલકી ગામ આપણને એ વાત યાદ અપાવે છે કે, સંબંધોને મજબૂત બનાવવા માટે સમય કાઢવો ખૂબ જ જરૂરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.