Gujarat

સુરતમાં બની દુઃખદ ઘટના, માત્ર 10 વર્ષના બાળકે ગળોફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું, મોતનું કારણ….જાણૉ પુરી વાત

હાલમાં જ સુરતમાં એક રડાવી દેનાર અને ચેતવણીભર્યો કિસ્સો સામે આવ્યો છે. માત્ર 10 વર્ષના બાળકે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું. બાળપણ એ જીવનો સુવર્ણકાળ કહેવાય, જ્યાં બાળકનું જીવન ચિંતાજનક અને જવાબદારી વગરનું હોય છે, પરંતુ જ્યારે 10 વર્ષના બાળકના આપઘાતની વાત સાંભળીએ ત્યારે આઘાત લાગે. બાળ આપઘાત એ એક ગંભીર સમસ્યા છે જેના પર આપણે બધાને મળીને કામ કરવાની જરૂર છે.

વાલીઓ, શિક્ષકો અને સમાજના અન્ય સભ્યોએ મળીને બાળકોને સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવા માટે પ્રયત્નો કરવા જોઈએ. જો તમને લાગે કે કોઈ બાળક આપઘાત કરવાનું વિચારી રહ્યું છે તો તરત જ તેને મદદ માટે પહોંચો.બાળકોની સમસ્યાઓને સમજો, તેમની સાથે વાત કરો કારણ કે બાળકના માનસ પટલ પર અનેક વિચારો અને મુંઝવણ સમાયેલ હોય છે, જેને સમજવી દરેક વાલીઓની ફરજ છે,

સુરતમાં બનેલ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ સુરતમાં 10 વર્ષના બાળકે આપઘાત કરવાની કરુણ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી મૂક્યું છે. પાંડેસરાની આશાપુરી સોસાયટીમાં બનેલી આ ઘટનાએ વાલીઓ માટે એક ચેતવણી સમાન છે. આપણે બધા જાણીએ છીએ કે આપણા બાળકો આપણું ભવિષ્ય છે અને તેમનું સુખી જીવન જોવું આપણા માટે સૌથી મહત્વનું છે. પરંતુ આવી ઘટનાઓ આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે આપણા બાળકો માટે શું કરી શકીએ છીએ?

મૃતક બાળક અંગે જાણીએ તો આ 10 વર્ષના બાળકનું નામ યશ ગુપ્તા છે, જે પાંડેસરાની આશાપુરી સોસાયટીમાંરહે છે. બાળકના પરિવારમાં ભાઈ બહેનનો સમાવેશ થાય છે આપઘાત કરાત તેનું કારણ અકબંધ છે. તેમજ પોલીસ તપાસ કરવામાં આવી રહી છે.પરંતુ આવી ઘટનાઓના કારણો ઘણા હોઈ શકે છે.હાલમાં આ બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી  અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!