Gujarat

મેઘરાજા તહેવારોની મજા બગાડશે? અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, જાણો સાતમ- આઠમ પર વરસાદ આવશે કે નહીં????

હાલમાં જ ગુજરાતમાં ૧૫ ઓગસ્ટ બાદ તહેવારો શરૂ થઈ જશે, તહેવારો ને કારણે લોકો ફરવા પણ જવાનું પસંદ કરે છે, ત્યારે આવા સમયમાં વરસાદ ન આવે તેવું જ લોકો ઈચ્છતા હોય છે પરંતુ હાલમાં જ વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અંગે નવી આગાહી કરી છે.

અંબાલાલ પટેલના મતે, આગામી 8, 9 અને 10 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, ધોળકા, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ભાગો અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં જ્યાં હજુ સુધી સારો વરસાદ નથી ત્યાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલના મતે, આગામી 15 ઓગસ્ટ પછી વાયુ મંડળમાં એટમોસ્ફેરિક વેવના કારણે બંગાળનો ઉપસાગર સક્રિય રહેશે. જેના લીધે ઓગસ્ટના અંતિમ ભાગમાં અને સપ્ટેમ્બરમાં લા નીના કન્ડિશનના કારણે રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. રાજ્યમાં 17 થી 24 દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતા રહેશે. આગામી 24 કલાકમાં રાજ્યના વરસાદી ઝાપટા વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!