અનેક વર્ષોથી થતી જગન્નાથજીપુરીની રથયાત્રાનું રહસ્ય જાણીએ તમે ચોંકી જશો.
આપણે સૌ કોઈ જાણીએ છે કે કાલનો દિવસ એટલે આષાઢી બીજ અને આ દિવસે સ્વંયમ જગતના નાથ શ્રી જગન્નાથજી ભગવાન સર્વ ભક્તોના દુઃખો દૃર કરવા માટે નિજ ધામથી નગરચર્યા અર્થે પધારે છે. આ એવો દિવસ છે જ્યારે ભગવાન પોતાના મંદિર માંથી બહાર નીકળીને ભક્તોને દર્શન દેવા આવે છે. સૌથી પુરાણી રથયાત્રા જગન્નાથપુરીમાં થાય છે. આજે આપણે રથયાત્રાની રોચક વાત જાણીશું.
જગનાથ પુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે.આ રથોની ઉંચાઇ લગભગ ૪૫ ફુટ (૪-૫ માળ) જેટલી હોય છે.પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિન્દૂ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે. રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલાં મગ, કાકડી, કેરી અને જાંબુનો હજારો (૩૦,૦૦૦-૪૦,૦૦૦) કીલો પ્રસાદ વહેંચવામાં આવે છે.
પુરીની રથયાત્રામાં જગન્નાથનાં રથનું નામ નંદીઘોષ છે.અતિશક્તિશાળી જેને રોકી ન શકાય તેવું, રસ્તામાં આવનાર તમામ અવરોધોને કચડી કાઢનાર, વગેરે અર્થમાં વપરાતો શબ્દ ‘જગરનોટ’ જગન્નાથપુરીની રથયાત્રા પરથી લેવામાં આવેલ છે. ખરેખર રથયાત્રાની ને ખેંચવા થી કે માત્ર હાથ લગાવવાથી જીવન ભરનું પુણ્ય મળે છે.ખરેખર જગતનાનાથ નો આ રૂડો અવસર જીવનને સકળ બનાવે છે.