જન્માષ્મીમાં મેળામાં આવી શકે છે વરસાદની આફત! અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી ભારે મોટી આગાહી, જાણૉ જન્માષ્ટમીમાં વરસાદ કેવો હશે?
હાલમાં ગુજરાતના અનેક શહેરોમાં જન્માષ્ટમીના તહેવારોને લઇને ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે, ત્યારૅ અંબાલાલ પટેલે ભારે ચોંકાવનાર આગાહી કરી છે, અંબાલાલ પટેલની આગાહી મુજબ આ સ્થિતિમાં ટૂંક સમયમાં બદલાવ આવી શકે છે. આગાહી પ્રમાણે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધશે. ખાસ કરીને 15મી ઓગસ્ટ પછી વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં સિસ્ટમો સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આપણે જાણીએ છે કે જન્માષ્ટમીમાં અનેક જગ્યાએ મેળા ઉયોજાય છે ત્યારે આ વખતે મેળાની મોજ બગડે તેવી અંબાલાલ પટેલ આગાહી કરી છે, અંબાલાલ પટેલની આગાહી મુજબ, 17મી ઓગસ્ટથી 25મી ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીનું સ્તર વધી શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં ભારે ઝાપટા પડી શકે છે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ થઈ શકે છે.આ આગાહીને ધ્યાનમાં રાખીને, તંત્રને જરૂરી સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. લોકોને પણ વરસાદની આગાહીને ગંભીરતાથી લેવા અને જરૂરી સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.