આ વ્યક્તિ છે કલયુગનો કુંભકર્ણ જે 300 દિવસ સૂધી સતત સુવે છે, બધી દિનચર્યા નિદરમાં જ કરે છે.
કહવાય છે ને કે ઊંઘ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે! દિવસભર ભાગદોડ કરીને તન મન થાકી ગયુ હોય છે અને તેને આરામની ખાસ જરૂર હોય છે, બસ આજ કારણે રાતે વહેલા સુઇ જવું જોઈએ તેમજ ઓછામાં ઓછું 8 કલાકની ઉંઘ તો હોવી જ જોઈએ. આપણે સૌ કોઈ જાણીએ છે કે સૂવું કોને ન ગમે? કુંભકર્ણ વિશે તો આપણે સૌ સભાળ્યું છેને કે તે સદાય ઊંઘી જ રહેતો અને અનેક વર્ષો પછી જ ઉઠતો અને ફરી વર્ષો માટે સૂતો રહેતો ! બસ હાલમાં કળયુગમાં એક એવો વ્યક્તિ છે જે 300 દિવસ સુધી સૂતો જ રહે છે.
વાત જાણે એમ છે કે, રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક વ્યક્તિ એવો પણ છે, જે વર્ષમાં 300 દિવસ સુધી સુવે છે. તેનુ ખાવાથી લઈને ન્હાવા સુધીનું બધુ ઉંધમાં જ થાય છે. સાંભળવમાં વિચિત્ર લાગે છે, જોકે જિલ્લાના ભાદવા ગામમાં રહેનારો 42 વર્ષનો પુરખારામ અજીબ બીમારીથી પીડિત છે. લોકો તેને કુંભકર્ણ જકહે છે.
પરિવારનાં લોકો આ બીમારી થી મુશ્કેલીઓ માં મુકાઈ ગયા છે કારણ કે આ વ્યક્તિ જ ઘટના હર્તાકર્તા છે ત્યારે ખરેખર હવે તેમને ચિતા છે કે તેઓ જલ્દી થી સ્વસ્થ થઈ જાય. આ બિમારીનો કોઈ હજુ ઉપચાર મળ્યો નથી પરંતુ તેમની પત્નીને વિશ્વાસ છે કે તેઓ જલ્દી થીસ્વસ્થ થઈ જશે. હાલમાં તો લોકો તેમની સેવ કરી રહ્યા છે. આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય.