ગુજરાતમાં વરસાદને લઈને પરેશ ગૌસ્વામીની મહત્વની આગાહી ! આ વર્ષે દિવાળી સુધી ચોમાસુ…જાણો પુરી આગાહી, શું કહ્યું હવામાનશાસ્ત્રીએ ??
ગણેશ ઉત્સવ બાદ સૌ ખૈલૈયાઓ મનમૂકીને ગરબા રમવા તૈયાર છે, ત્યારે હાલમાં જ વરસાદને લઇને મોટી આગાહી સામે આવી છે. હવામાન વિભાગના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હાલ રાજ્યમાં વરસાદનો વિરામ થશે. જોકે, સપ્ટેમ્બરના અંતમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે.
નવરાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. 1 થી 18 ઓક્ટોબર દરમિયાન છૂટોછવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે પણ ચોમાસું મોડું જશે.
હાલ બંગાળની ખાડીમાં બનેલા સિસ્ટમો ગુજરાતના માર્ગે પસાર થઈને મધ્યપ્રદેશથી ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યા છે. આથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રમાં આગામી બે-ત્રણ દિવસ સારો, મધ્યમ અને છૂટોછવાયો વરસાદ પડશે.
11 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં પવનની ગતિ વધશે. પવન 18 થી 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં પણ મધ્યમ વધારો થઈ શકે છે. 11 થી 15 સપ્ટેમ્બર દરમિયાન તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઈ શકે , જેથી આ વર્ષે નવરાત્રી કેવી રહેશે તે તો હવે મેઘરાજા જ નક્કી કરશે.