India

ચીનના કોરોના જેવા વધુ એક વાયરસની ભારતમાં એન્ટ્રી ! HMPV વાયરસ ના શું છે લક્ષણો ?? વાંચો પુરી માહિતી અને વધુમાં વધુ શેર કરો…

દુનિયામાં કોણ એવો વ્યક્તિ હશે જે કોરોના મહામારી વિષે નહિ જાણતું હોય. કોરોનાએ પુરી દુનિયામાં અનેક લોકોની મરણ પથારીએ સુવડાવ્યા હતા જેમાં ભારત ચીન તથા વિદેશમાં તો આ આંકડો ખુબ વધી ગયો હતો. ભારતમાં મહિનાઓ સુધી લોકડાઉન રહ્યું હતું એવામાં હાલ ફરી એક વખત માઠા સમાચાર આવ્યા છે કારણ કે કોરોના જેવો જ જીવલેણ વાયરલ હાલ ચીનમાં ફેલાય રહ્યો છે જેનો કેસ આપણા ભારતના બેંગ્લોરમાં પણ નોંધાયો છે.

આ વાયરસનું નામ છે “હ્યુમન મેટાપ્યુમોંવાયરસ” જે હાલ આખા ચીનમાં ઝડપથી ફેલાય રહ્યો છે, આ વાયરસ કોઈ નવો વાયરસ નથી પણ અમુક રિપોર્ટનું માનીએ તો કહેવામાં આવી રહ્યું છે કે જો આ વાયરસને રોકવામાં ન આવ્યો તો પાંચ વર્ષ બાદ આ ખુબ જ ઘાતકી બીમારી બની શકે છે. એવામાં આ વાયરસની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્વાસ્થ્ય નિષ્ણાતોએ આ બીમારી થાય તો ક્યાં લક્ષણો જોવા મળે તથા આ બીમારી થી કેવી રીતે બચવું તે અંગેની અમુક ખાસ જાણકારી આપી છે.

આ વાયરસના ચેપથી શરીરમાં આ લક્ષણો દેખાય શકે છે. ઉધરસ,તાવ, શ્વાશ લેવામાં તકલીફ થઇ શકે છે, આ વાયરસ ચેપ લાગ્યા બાદ ત્રણ થી છ દિવસમાં તેના લક્ષણો દેખાય શકે છે, આથી આપ કોઈ આ વાયરસથી અસરગ્રસ્તના સંપર્કમાં આવશો તો વાયરસની અસર થતા ત્રણથી છ દિવસ જેવો સમયગાળો લાગી શકે છે. આ વાયરસ અન્ય વાયરસ જેવું જ છે જે નીચલા શ્વસન ચેપનું કારણ બને છે તથા ન્યુમોનિયા જેવી સમસ્યાઓ ઉદભવી શકે છે.

આ વાયરસને લઈને ફરી એક વખત સૌ કોઈ ડરી ગયું છે એમાં ખાસ કરીને ભારતમાં ઘણી ખળભળતા મચી જવા પામી છે કારણ કે સાવ નાની એવી બાળકીને આ ચેપ લાગ્યો છે જેને લઈને હાલ તે સારવાર હેઠળ છે. એવામાં આ સમાચાર આવતા સૌ કોઈ કોરોનાકાળ યાદ આવી ગયો હતો અને સૌ કોઈ બસ એ જ પ્રાર્થના કરી રહ્યું છે કે આ નવો વાયરસ ભારતમાં ન ફેલાવો જોઈએ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!