India

લગ્નની કંકોત્રી એવી છપાવી કે, વાંચતા જ સગા-વ્હાલાનું કાળજું કંપી જાયને લગ્નમાં જવા પણ ડર લાગે, જુઓ શું લખ્યું.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં લગ્નની મોસમ ચાલી રહી છે. અનેક યુગલો લગ્નના બંધને બંધાય રહ્યા છે . આપણે ત્યાં વરસોથી રિવાજ છે કે લગ્ન પહેલા લોકોને આમંત્રણ આપવા માટે લગ્ન કંકોત્રીઓ મોકલાવવામાં આવે છે. આજના સમયમાં લોકો કંકોત્રીઓમાં એવા પ્રકારનું લખાણ લખાવતા હોય છે જે અન્ય લોકો માટે ખાસ બની રહે છે તેમજ અને આકર્ષણનું કેન્દ્ર પણ બને છે.

લગ્નની સીઝનમાં અનેક પ્રકારના લગ્નની પત્રિકાઓ વાયરલ થતી હોય છે, ત્યારે આ વર્ષે પણ એક કંકોત્રી ખુબ જ ચર્ચામાં આવી રહી છે. આ કંકોતરીમાં કંઈક એવું લખ્યું છે જેને વાંચીને લોકો લગ્નમાં આવવાથી પણ ડરશે. આ અનોખું કાર્ડ હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે.

તમને આ અનોખી કંકોત્રી વિષે જણાવીશું કે એવું તે શું લ્ખ્યુ છે કે લોકો લગ્નમાં આવતા પણ ડરે. આપણે જાણીએ છે કે કંકોત્રીઓમાં આપણે કુટુંબીજનો તેમજ મોસાળપક્ષના નામ લખતા હોય છે. પણ હાલમાં જે કંકોત્રી વાયરલ થઇ રહી છે, તેમાં લખ્યું છે કે “આમદ કે મુન્તઝિર” પર કેન્દ્રિત થઈ ગયું છે. હિન્દીમાં તેનો અર્થ છે, દર્શનાભિલાષી.

તમને જાણીને નવાઈ લાગશે કે, લગ્નની કંકોત્રીમાં લખેલા નામ તમામ મૃતકોના નામ છે. કંકોત્રીમાં લખ્યું છે કે ” आपकी आमद के मुन्तजिरः
मरहूम नूरूल हक, मरहूम लालू हक, मरहूम बाबु हक, मरहूम एजाज हक फारूक, मो. इकबाल, मो. लियाकत, मो. शॉकृत, पो. फरहान, मो. फैजान, मो. अनस, मो. आकिब, मो. तौसीफ, अब्बास, मो. अलफैज़, मो. अदनान, मो. दानिश, मो. कैफ, मो. शोएब व तमाम चौहान खानदान

હિન્દૂ રીતિ રિવાજ પ્રમાણે મુર્તકોની આગળ સ્વર્ગીય લખાય એજ રીતે મુસ્લિમ લોકોમાં મરહુમ લખાય છે. આ કંકોત્રી તમામ મુર્તક લોકો મહેમાનોને આવકારે છે અને તેમનું સ્વગાત કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે આ લગ્નની કંકોત્રી જયપુર શહેરની છે, જે નિકાહની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!