Gujarat

સાંઈબાબા આ રાશિજાતકોની ભાગ્ય બદલશે, જાણો કેવો રહેશે આજનો દિવસ.

મેષ જમીન, મકાન-વાહનને લગતા પ્રશ્નોનો ઉકેલ આવે. માંગલિક કાર્યોમાં વારંવાર જવાનો અવસર આવે. મોટા ભાઈ -બહેનનાં સલાહ-સૂચન અવશ્ય લેવાં જે લાભદાયી નીવડે.

વૃષભ સામાજિક સંબંધો સાચવવા માટે ચિંતા રહે. યાત્રા પ્રવાસનું આયોજન કરી મુશ્કેલીમાં આવી જવાય. પાણીજન્ય રોગોથી વિશેષ સાવધ રહેવું.

મિથુનદરેક કામકાજ માટે માન-સન્માન મળે. વધુ પડતા કામની વ્યસ્તતાથી દોડધામ, શ્રમ-થાક અનુભવાય. વજન વધુપડતું ન ઘટે તે અંગે તકેદારી રાખજો.

કર્ક કાર્યોમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આગામી સપ્તાહ મનોરંજનથી ભરપૂર પસાર થાય. પ્રતિસ્પર્ધીઓ દ્વારા વધુ મુશ્કેલીઓ આવે. આકસ્મિક ઊંઘ ઓછી આવે માટે સાવધાની રાખજો.

સિંહ નોકરી-ધંધાના કામકાજમાં લાભદાયી સમય. સગાં-સંબંધી, મિત્રવર્ગની ઘરે માંગલિક કાર્યોનો શુભ પ્રસંગ આવે. વાહન અકસ્માત થવાની શક્યતા પ્રબળ રહેલી છે માટે સંભાળીને વાહન ચલાવજો.

કન્યા વડીલોથી મહત્વની તકો પ્રાપ્ત થાય. દૂર રહેતા સ્વજનો સાથે સંબંધો બગડે. તુલસીના ક્યારે નિત્ય દીપ પ્રગટાવી મનોમન પ્રાર્થના કરવી.

તુલા  આજે આકસ્મિક કોઈ દુર્ઘટના બની શકે છે પણ જીવનલેણ સાબિત નહીં થાય. આવકમાં પહેલાં કરતાં સુધારો જણાય. સાળી સાથે પ્રેમસંબંધો થાય. કુળદેવીને નૈવેધ ધરાવવો.

વૃશ્ચિકવતનથી ધાર્યો લાભ પ્રાપ્ત થાય. મોસાળ પક્ષથી શુભ સમાચાર. દૂર-દૂરના મિત્રોથી નુકસાની આવે, સાવધ રહેજો.

ધન દુર રહેતા સ્વજનોની અચાનક મુલાકાતનો અવસર થાય. સામાજિક પ્રતિષ્ઠા વધે. નવાં રોકાણો કરવામાં ખૂબ જ સાવધાની રાખજો.

મકરઆગામી સપ્તાહ ધીરજતાથી પસાર કરવાનો અવસર આવે. માનસિક ચિંતા હળવી થતી જણાય. આપનું મૌન જ આપની અડચણોની સમસ્યા બની રહેશે.

કુંભ  અટકેલાં કાર્યોમાં થોડો વેગ મળે. જીવનમાં વિસરી ગયેલી મીઠાશનો સ્વાદ ફરીથી ચાખવા મળે. ઋતુગત બીમારીથી સાચવવું.

મીન ધન લાભ થશે. મુશ્કેલીઓનો સામનો કરવો પડે. માનસિક ચિંતાનું ભારણ વધે. મિત્રવર્તુળથી ધાર્યો લાભ ન પ્રાપ્ત થાય. ગુરુવારનું એકટાણું કરવું જેનાથી તમામ અટકેલાં કાર્યો પૂર્ણ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!