Gujarat

પત્નીને નજર સામે જ થયું પતિનું મુત્યુ! સાપુતારામાં કાર અને બાઇક વચ્ચે સર્જાયો હતો અકસ્માત.

હાલમાં સૌ કોઈ ચોમાસાની ઋતુમાં ફરવા જઈ રહ્યા છે, ત્યારે ડાંગ જિલ્લામાં અનેક અકસ્તમાત સર્જાતા હોય છે ત્યારે હાલમાં જ એક કરુણ દ્ર્શ્ય સર્જાયું અને નજરની સામ પતિ મુત્યુ પામ્યો. દંપતીને રોડ અકસ્માત નડ્યો જેમાં એકનું મોત થયું છે, તો એકને ગંભીર ઈજા પહોંચી છે. ચાલો આ ઘટનાને વધુ વિસ્તૃત જાણીએ.

વઘઈથી સાપુતારા માર્ગ પર એક બાઈક અને ટવેરા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર દંપતીમાંથી પતિનું ઘટના સ્થળ પર જ મોત થયું છે, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, અને મામલો હાથ પર લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ગઈકાલે બપોરે બાઈક સવાર દંપતી પસાર થઈ રહ્યા હતા તે સમયે, વઘઈ બોટેનિકલ ગાર્ડ નજક એક ટવેરા કાર ચાલકે દંપતીને અડફેટે લીધા હતા. કારની ટક્કર એટલી જબરદસ્ત હતી કે, પતિ પત્ની બંને ધડાકાભેર રોડ પર પટકાયા હતા, ત્યારે અકસ્માત સર્જનાર ટવેરા ચાલક, ગાડી મુકી ફરાર થઈ ગયો હતો.આ સમયે સ્થાનિક વાહન ચાલકોએ દંપતિને બચાવવા માટે તુરંત 108ને અને પોલીસને જાણ કરતા, એમ્બ્યુલન્સ અને પોલીસ પણ પહોંચી ગઈ હતી. પરંતુ સારવાર મળે તે પહેલા જ પતિનું પત્નીની નજર સામે જ મોત થઈ ગયું હતું, પતિનું ચીર રુદન કોઈના પણ હૈયાને ધ્રુજાવી શકે. ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!