Entertainment

તારક મહેતા સિરિયલમાં નટુકાકા,બબીતાજી,સુંદર, રોશનભાભી અને બાવરી આ કારણે શોમાં નથી જોવા મળતાં.કારણ જાણીને ચોકી જશો.

તારક મહેતા સિરિયલ છેલ્લા 13 વર્ષ થી લોકપ્રિય છે અને આ સમયગાળા દરમિયાન અનેક ઘટનાઓ બની છતાં આજે આ સિરિયલનું સ્થાન ઓછું નથી થયું. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે આ સિરિયલમાં ઘણા એવા કલાકારો છે જે જોવા નથી મળતા તો આજે આપણે તેનું કારણ જાણીશું. આ કારણ જાણીને તમેં પણ ચોંકી જશો. આખરે આવું કેમ થયું છે.

સિરિયલનું લોકપ્રિય પાત્ર એટલે નટુકાકા રિસોર્ટવાળા એપિસોડમાં એકવાર જોવા મળ્યા હતા. નટુકાકાને કેન્સરે છે . તેમણે કિમોથેરપીની વચ્ચે રિસોર્ટવાળો એપિસોડ કર્યો હતો. હાલમાં જે તેઓ પોતાની સારવાર કરાવી રહ્યા છે. એકવાર સારવાર પૂરી થઈ જશે, પછી ફરી એકવાર નટુકાકા સિરિયલમાં જોવા મળશે.

રોશનભાભી – જેનિફર મિસ્ત્રી પણ છેલ્લાં કેટલાંક સમયથી જોવા મળી નથી. જોકે, જેનિફરે કહ્યું હતું કે તેની તબિયત છેલ્લાં ઘણાં સમયથી સારી ના હોવાથી તે જોવા મળતી નથી. જોકે, તેણે ફરી એકવાર શૂટિંગ શરૂ કરી દીધું છે અને હવે તે ટૂંક સમયમાં જ સિરિયલમાં જોવા મળશે.

બાવરી- બાધા અને બાવરીની જોડી દર્શકોને ખૂબ જ પસંદ છે પરંતુ હાલમાં અભિનેત્રી પણ જોવા નથી મળતી કારણ કે સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, બાવરી ને ફિ માં વધારો ન થતા તેને આ સિરિયલ છોડી દીધી છે. પરતું હજુ સતાવર આ જાહેરાત નથી થઈ.

સિરિયલમાં દયાભાભીનો ભાઈ બનતો સુંદર (મયૂર) છેલ્લે સિરિયલમાં ક્યારે જોવા મળ્યો હતો તે પણ ચાહકો ભૂલી ગયા છે. 2017થી દયાભાભી સિરિયલમાં જોવા મળતા નથી. ત્યારથી જ સુંદર પણ ભાગ્યે જ શોમાં જોવા મળે છે. માનવામાં આવે છે કે દિશા વાકાણીને કારણે જ મયૂર પણ શોમાં ઓછો જોવા મળે છે.

સિરિયલનું લોકપ્રિય પાત્ર મુનમુન દત્તા ટીપ્પણીને કારણે નથી દેખાતી અને શોના પ્રોડ્યૂસર અસિદ મોદીએ સ્પષ્ટતા કરી હતી કે મુનમુને સિરિયલ છોડી નથી. તે આ સિરિયલનો જ હિસ્સો છે. મુનમુન દત્તાએ પણ કહ્યું હતું કે હાલમાં સિરિયલમાં તેનો ટ્રેક ના હોવાથી તે સેટ પર ગઈ નથી. તે જ્યારે પણ સિરિયલ છોડશે કે નહીં તે જાણવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!