Gujarat

ગુજરાત ના આ રેસ્ટોરન્ટ મળે છે અનોખી “કુંભકર્ણ થાળી” વિશેષતા જાણશો તો નવાઈ લાગશે

કોરોના કાળ મા અનેક રેસટોરંનટ અને હોટલો ધાબા ની હાલત કફોડી બની છે પરંતુ છેલ્લા 3-4 મહિના થી લોકો એ બહાર નુ ખાવાનું ચાલુ કર્યુ છે. અને રેસટોરંનટ વાળા પણ કોઈ ઑએ કોઈ રીતે ગ્રાહકો ને આકર્ષવા માટે કાઈ ને કાઈ યોજના બનાવે છે તો આજે આપણે નેવી જ એક રેસટોરંનટ ની વાત કરવાના છીએ જયા એક સ્પેશલ થાળી છે જેનુ નામ કુંભકરણ થાળી છે.

સંતભૂમિ જૂનાગઢ ભજન માટે તો પૉપ્યુલર છે જ પણ સક્કરબાગ સામે મળતી કુંભકર્ણ થાળીએ જૂનાગઢને ભોજન માટે પણ પૉપ્યુલર કરવાનું શરૂ કરી દીધું છે. અંદાજે દસ કિલો વજનવાળી કુંભકર્ણ થાળીમાં કુલ બેતાલીસ વરાઇટી આવે છે. એક વર્ષથી ચાલુ થયેલી કુંભકર્ણ થાળીની આ ચૅલેન્જ હજી સુધી કોઈ પૂરી કરી શક્યું નથી.

અન્ય જીલ્લા ઓ મા પણ આ પ્રકાર ની થાળી છે જેમા અમદાવાદમાં બાહુબલી થાળી મળે છે તો રાજકોટમાં ભીમ થાળ મળે છે, મહેસાણામાં બકાસૂર પૂજા નામની થાળી મળે છે તો સુરતમાં પેટપૂજા નામે મહાકાય થાળી જમવા માટે મળે છે. પણ જો સૌથી અલગ હોય તો તે જુનાગઢ ની આ કુંભકરણ થાળી છે.

છો કુંભકર્ણ થાળી ની વાત કરવામા આવે તો કુંભકર્ણ થાળીની કિંમત અત્યારે ૧૧૦૦ રૂપિયા છે. થાળીની શરૂઆત ૮૯૯ રૂપિયાથી દોઢ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી.

કુંભકર્ણ થાળીની સ્પેશ્યલિટી એ છે કે એમાં આવતી તમામેતમામ વરાઇટી એ જ સમયે બને છે. સામાન્ય રીતે રેસ્ટૉરાંમાં અમુક રૂટીન વરાઇટીઓની સિત્તેર ટકા સામગ્રીઓ પહેલેથી તૈયાર હોય છે પણ કુંભકર્ણની એક પણ વરાઇટી પહેલેથી તૈયાર નથી હોતી. એની તમામ આઇટમ થાળીનો ઑર્ડર આવ્યા પછી જ બનવાની શરૂ થાય છે અને એટલે થાળીના ઑર્ડર પછી પિસ્તાલીસ મિનિટ રાહ જોવાનું કહેવામાં આવે છે. જેના બદલામા મનોરંજન ની વ્યવસ્થા કવામા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!