Gujarat

શુ લોકો પ્લેન ના પાખડા પર બેસી અને લટકી ને અફઘાનીસ્તાન છોડી રહ્યા છે ? જાણો આ વાયરલ વીડીઓ ની હકીકત અને જાણો

જયાર થી તાલીબાનો એ અફઘાનીસ્તાન કબજે કર્યુ છે ત્યાર થી અનેક ફોટા અને વિડીઓ સોસિયલ મીડીયા વાયરલ થય રહયા છે જેમાં તાલીબાનો દ્વારા થય રહેલી પ્રવૃતિઓ છે જેમા તાલીબાનો નાના બાળકો ની રાઈડો જેવી કે બંમ્પર નાના ઘોડા ની રાઈડ વગેરે ની મોજ માણતા નજરે ચડી રહ્યા છે. જ્યારે અફઘાની લોકો ના જીવ જય રહ્યા છે.

અફઘાનીસ્તાન ના લોકો કોઈ પણ હાલ પર દેશ છોડવા માટે મજબુર બન્યા છે. કોઈ કાર લય ને ભાગ્યા છે તો કોઈ પ્લેન મા ત્યારે ઘણા ચોકાવનારા દૃશયો પણ આવ્યા હતા જ્યારે યુ.એસ આર્મી ના વિમાન પર જબરજસ્તી અફઘાનીસ્તાન ના લોકો ચડ્યા હતા. અને બાદ મા ત્રણ લોકો નીચે પડ્યા હતા. ત્યારે વધુ ઘણા ફેક વિડીઓ પણ સોસિયલ મીડીયા પર લોકો શેર કરી રહયા છે.

હાલ જ સોસીયલ મીડીયા અને tweeter પર એક વિડીઓ વાયરલ થય રહયો છે જે એક tweeter user એ શેર કર્યો હતો જેમાં  એક યુવક પ્લેન ના પાખડા પર લટકી જઇ છે જયારે આ વિડીઓ ની કોમેન્ટ એક અન્ય યુઝરે  વિડીઓ શેર કર્યો હતો અને પેલા વિડીઓ ને ફેક ગણાવ્યો હતો. વિડીઓ કેટલા સાચા છે એ સાબીત નથી થય શક્યુ પણ પ્રથમ નજરે આ વિડીઓ જોતા લાગી રહ્યુ છે કે આ  વિડીઓ એકદમ ફેક છે. આ વિડીઓ લોકો ધડાધડ શેર પણ કરી રહ્યા છે. પણ હાલ આ વિડીઓ ની પુષ્ટ થય શકી નથી.

 

અનેક દેશો ના લોકો અફઘાનીસ્તાન મા ફસાયા છે અને અમેરીકા અનેક સૈનિકો પણ ફસાયા છે દરેક દેશ કોશીશ કરી રહ્યા છે કે પોતાના નાગરીકો ને ત્યા થી કાઢવામા આવે જ્યારે ભારત ની વાત કરવામા તો ભારતીય વાયુસેના નુ વિમાન ગઈકાલે કાબુલ પહોંચયુ હતુ અને પોતાના નાગરીકો ને પરત ભારત લાવી જામનગર ખાતે ઉતર્યુ હતુ. ત્યારે મોત ના મુખ માથી નીકળેલા લોકો ની આખો માથી ખુશી ના આંસુ સરી પડ્યા હતા અને ભારતીય વાયુસેના નો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!