તાલીબાનો ના આવા કડક નિયમો જાણશો તો કહેશો આપણે ભારત મા જ સારુ છે.
હાલ અફઘાનીસ્તાન મા તાલોબાનો એ હાહાકાર મચાવ્યો છે અને ભયાનક તસ્વીરો આવી રહી છે અને સાથે એવા વિડીઓ પણ આવી રહ્યા છે કે જેમા તાલીબાનો બાળકો ની રાઈડો અને મોટી ઓફિસો પર કબજો જમાવી ને બેઠા છે. અફઘાનીસ્તાન મા હવે તાલીબાન ની સત્તા થશે તો ત્યા પોતાના નિયમો લાગુ પડશે. તાલોબાનો જે જગ્યા ને કબજો કરે છે ત્યા ફરજીયાત આવા નિયમો લગાડે છે.
એચ રીતે જોઈએ તો તાલીબાનો ના આ નિયમો કોઈ અત્યાચાર થી કમ નથી હોતા ખાસ કરી ને મહીલા માટે આ નિયમો ખુબ અઘરા હોય છે. અને તેમાં માટે નકકી કરાયેલા નિયમો મા મહિલા ઓ કામ પર ના જઈ શકે અને ચોક્કસ પ્રકાર ના નક્કી કરાયેલા કપડા જ પહેરવા પડે આ ઉપરાંત મહીલા ઓ જાહેર મા હસી મજાક કરવાની પણ છુટ આપવામાં આવતી નથી.
જો તાલોબાન ના નીયમો નુ લીસ્ટ બનાવવા મા આવે તો 40 થી વધારે નિયમો છે. આ નિયમો મા મહિલા ઓ ને જાહેર મા એકલા બહાર જવાનો પ્રતિબંધ છે તેની સાથે પુરુષ હોવો જરુરી છે. અન્ય નિયમો જોઈએ તો મહિલા ઓ ને કોસ્મેટીક ચિજ વસ્તુ નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે અને જયા પુરૂષો ડોક્ટર હોય ત્યા ઈલાજ પણ નહી કરાવાનો એવો નીયમ બનાવેલો છે. મહિલાઓ ને ઉચી એડીના ચંપલો પણ પહેવા પર પ્રતિબંધ છે. મહિલા ઓ ને સાઈકલ ચલાવવા અને રમત ગમત રમવા પણ પ્રતિબંધ ફરમાવવા મા આવે છે. આ ઉપરાંત મહિલા ઓ માટે અનેક એવા નિયમો જે જેના થી મહિલા ઓ ની આઝાદી છીનવાઈ જાય છે.
માત્ર મહિલા ઓ નહી પણ પુરૂષો માટે પણ કડક નિયમો છે. જેમા પુરૂષો ને સંગીત સાંભળવા પર પ્રતિબંધ હોય છે અને દાઢી કરાવવા માટે પર પ્રતિબંધ હોય છે આ ઉપરાંત જો કાઈ ગુનો ઘરે તો જાહેર મા સજા આપવા મા આવે છે.