ડીવાયએસપી સાહેબ ની સંવેદનશીલતા જોઈને તમેં ગર્વ અનુભવશો! પિતાની દવાનાં ખર્ચ કમાવવા યુવાન દુકાન ખોલવાની મંજૂરી માંગવા ગયો પછી…
આપણે સૌ કોઈ પોલીસ ને જોતાની સાથે ડરી જઇએ છીએ પરતું ખરેખર વાસ્તવિકતા અલગ જ હોય છે. આપણે સૌ કોઈ તેમના થી ડરવા ની જરૂર જ નથી હોતી કારણ કે એ તેઓ આપણી જેમ એક સામાન્ય નાગરિક છે અને તેઓ કાર્ય કરે છે લોક રક્ષા માટે. આજે અમે આપને એક ડી.વાય.એસ.પી ની સાથે એક સામાન્ય વ્યક્તિની સાથે ઘટેલી સંવેદનશીલ ઘટના વિશે જણાવીશું જેનાથી તમારા મનમાં પોલીસ ની એક અનોખી છબી ચિતરાઈ જશે.
આ કિસ્સો થોડો જુનો છે. જયારે લોક ડાઉન નો સમય હતો. ગુજરાતના જૂનાગઢ શહેરમાં બનેલ. વાત જાણે એમ.છે કે, જૂનાગઢમાં ડી.વાય.એસ.પી. તરીકે ફરજ બજાવતા શ્રી પ્રદીપસિંહ જાડેજાની મુલાકાત માટે મએક યુવાન આવ્યો. બનાવ એવો બન્યો કે, આ યુવાને કહ્યું , સાહેબ જૂનાગઢમાં જ માંગનાથ રોડ પર મારી કોલ્ડડ્રિન્કસની દુકાન છે. મિની લોકડાઉનને કારણે અત્યારે દુકાન બંધ છે. હું આપને વિનંતી કરવા આવ્યો છું કે આપ એ વિસ્તારના પીઆઇને કહીને મારી દુકાનને 2-4 કલાક માટે ખુલી રાખવાની મંજૂરી આપો.
જ્યારે સાહેબ દુકાન ખોલવાનું કારણ પૂછ્યું ત્યારે યુવાન પોતાના હાથમાં રહેલી ફાઇલ ખોલીને બતાવી અને કહ્યું મારા પિતા બીમાર છે. વધુ સારવાર માટે એને રાજકોટ લઈ ગયા છીએ. સારવારમાં બધી બચત પૂરી થઈ ગઈ છે. પપ્પાની અમુક દવાઓ લેવાની છે પણ એ માટે પૂરતી રકમ નથી. જો મને દુકાન ખોલવાની મંજૂરી આપો તો થોડી કમાણી થાય અને દવા લઈ શકું.
યુવાનની પીડા સમજી શક્યા પરતું તેમની ફરજ પણ હતી કે જો તેમને દુકાન ખોલવા આપું તો બીજા વેપારી સાથે અન્યાય થાય એટલે તને દુકાન ખોલવાની મંજૂરી તો ન આપી શકાય પણ આપણે વચ્ચેનો કોઈ રસ્તો કાઢીએ જેનાથી નિયમનું પાલન પણ થાય અને તમારું કામ પણ થાય.’સાહેબ યુવાન પૂછ્યું કે, દવાઓ લેવા માટે કેટલી રકમની જરૂર છે ?’ પેલા યુવાને જેટલી જરૂર હતી એ રકમ કહી એટલે સાહેબે પોતાના ખિસ્સામાંથી પાકીટ કાઢીને દવા માટે જરૂરી રકમ કાઢી યુવકના હાથમાં મૂકી દીધી.
આ દરમિયાન યુવાન અચકાતો હતો પરંતુ સાહેબ કહ્યું અત્યારે તારે જરૂર છે. સરકાર મને ઘણો પગાર આપે છે. છતાં તને એવું લાગતું હોય તો તારી પાસે જ્યારે વધુ રકમ ભેગી થાય તે દિવસે પાછા આપી જજે.યુવાન પોલીસની સંવેદનશીલ ઘટના જોઈને ભાવુક થઈ ગયો હતો. ખરેખર આ જગતમાં મામવતાની જ્યોત હજુ પણ પ્રગટે છે એ સાબિત થઈ જાય છે.