Gujarat

મોડાસાના ગઢડા પાસે ટ્રેલર અને ટ્રક વચ્ચે ભંયંકર અકસ્માત ! ટ્રકનું ડીઝલ ટેન્ક ફાટતાં બે વ્યક્તિ..

આપણે સમાચારમા અને રોજ અવારનવાર અનેક અકસ્તમાતના બનાવ બનતા હોય છે, ત્યારે આજ રોજ એક ભયયંકર અકસ્તમાત બન્યો છે.આ ઘટનામાંટ્રેલર અને ટ્રક વચ્ચે બંને વાહનોમાં ભયંકર આગ ફાટી નીકળી હતી અને આ બંને વાહનોમાં કપાસિયાની બોરીઓ હતી જેમાં પાવડર ની બોરીઓ પણ ખાખ થઈ ગઈ. આ બનાવ કંઈ રીતે બન્યો તે સમગ્ર ઘટના વિશે જાણીએ. આ અકસ્તમાત હિંમતનગર નેશનલ હાઇવે પર મોડાસાનાં ગઢડા સીમમાં રવિવાર નાં રોજ બનેલ.ટ્રેલર અને ટ્રક ટકરાતાં ગમખ્વાર અકસ્માતમાં બંને વાહનોમાં આગ લાગી હતી

આ એકસિડન્ટ નાં રાજસ્થાની ડ્રાઇવરનું મોત થયું હતું અને કંડક્ટર ભડથું થઇ ગયેલ અને મૃત્યુની જાણ થતાં જ પરિવારમાં શોકની લાગણીઓ છવાઈ ગયેલ. આ ઘટનાની જાણ થતાં જ આ અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને આ બનાવ એટલો ગંભીર હતો કે, ટ્રેલર માંથી મૃતદેહો બહાર કાઢવા બંને વાહનોને છૂટી પાડવા ક્રેનની મદદ લેવામાં આવી હતી.સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ટ્રેલર નં. આરજે 27 સીડી 5517નો ચાલક રાજસ્થાનથી પાવડર ભરી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો.

આ જ સમય દરમિયાન કપાસિયા બોરી ભરી પસાર થતી ટ્રક નંબર આરજે 27 જીબી 7368ને ડ્રાઇવર સાઇડ અને ડીઝલ ટેન્ક સાઈડે ટક્કર મારતાં ટ્રેલરનો ચાલક અને કંડક્ટર બંને ફસાઈ ગયા હતા અને અકસ્માતમાં મોત ટ્રકનું ડીઝલ ટેન્ક ફાટતાં ભયાનક આગ લાગી હતી. ઘટનાનાની જાણ થતાં જ મોડાસા ફાયર ફાઈટર ઘટના સ્થળે પોહચી અને આગ કાબુમાં લાવી. ટ્રેલર નાં ચાલકનું ઘટના સ્થળે જ મુત્યુ પામ્યો અને કંડકટર તો આગની જ્વાળામાં જ બળીને ભડથું થઈ ગયો.ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બંને મૃતકો ની આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!