વડોદરાની 17 વર્ષની દીકરીના લીધે સાત લોકોને નવું જીવન મળ્યું હતુ સલામ દિકરી ને
બે ત્રણ દિવસ પહેલા જ આપણે સુરતનો એ અંગદાન કિસ્સો સાંભળ્યો છે, સુરતના જશે પોતાના અંગનું દાન કરીને સાત લોગોને જિંદગી આપી છે. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં ઘટના ઘટી છે. આ ઘટના ઘટી છે વડોદરા શહેરમાં, ખરેખર આવું જ બન્યું જે, આ વખતે 17 વર્ષની દિકરીના અંગોને સાત જિંદગીઓને જીવ મળ્યો છે.
ચાલો ત્યારે આપણે જાણીએ આ ઘટના વિશે. હાલોલ-ગોધરા રોડ પર આવેલી સનસિટી સોસાયટીમાં નિરજભાઇ શાહ અને ક્રિમાબહેન શાહની 17 વર્ષની મોટી દીકરી નંદનીની તા.18 ની રાત્રે તબિયત ખરાબ થઇ ગઇ હતી. માતા-પિતા તુરંત જ દીકરીને હાલોલની હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે આવેલી સવિતા હોસ્પિટલમાં લઇ આવી હતી. જ્યાં તબીબો તેને બચાવી લેવા માટે અથાગ પ્રયત્નો કર્યાં હતા, પરંતુ, આખરે તબીબોને બુધવારે સાંજે 5 વાગે નંદનીને બ્રેઇનડેડ જાહેર કરી હતી.
વડોદરાની સવિતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર કરવામાં આવેલી હાલોલની કિશોરીનું હાર્ટ, ફેફસા, બે કિડની, બે ચક્ષુ અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું. હાર્ટ દિલ્હી અને ફેફસા મુંબઇ હવાઇ માર્ગે પહોંચાડવા માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર કરીને હોસ્પિટલથી હરણી એરપોર્ટ સુધીનું 6.8 કિ.મી.નું અંતર 8 મિનિટમાં અંતર કાપીને અંગો હરણી વિમાની મથકે પહોંચાડ્યા હતા અને કિડની, ચક્ષુ અને લિવર પણ ગ્રીન કોરીડોર કરીને અમદાવાદ આઇ.કે.ડી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. એક સાથે 7 અંગોનું દાન કરવાનો વડોદરાનો આ પ્રથમ કિસ્સો છે.
વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કોરીડોર કરી હોસ્પિટલથી હરણી એરપોર્ટ સુધીનું 6.8 કિલો મીટર અંતર 8 મિનીટમાં કાપીને હાર્ટ અને લંગ્સ પહોંચાડવામાં આવ્યા હતા. તેજ રીતે કિડની, ચક્ષુ અને લિવર હોસ્પિટલથી અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતા. વડોદરાની હોસ્પિટલથી અમદાવાદ આઇ.કે.ડી. સુધીનું 130 કિ.મી.નું અંતર ગણતરીની મિનિટોમાં પહોંચાડવામાં આવ્યા હતા.આ તમામ ઘટના દરમિયાન દીકરીના માતાપિતાએ પોતાના હૃદય પર પથ્થર રાખીને પોતાની વ્હાલી દીકરીને વિદાય આપી હતી, આંખોમાં આંસુઓ રોકી નોહતાં શકાતા અને આ સમયે દીકરી માતાએ કહ્યું કે, મારા અંગનોનું મેં દાન કરવાનું નક્કી કર્યું હતું પરંતુ સંજોગ એવા સર્જાય કે મારા અંગોનું દાન થાય એ પહેલાં મારી દીકરીના અંગોનું દાન કરવામાં આવ્યું પરતું ખુશી એ વાતની છે કે, અમારી દીકરીનાં લીધે સાતલોકોને નવજીવન મળ્યું.