ઢોલ અને શરણાઈ સાથે ગૌ માતા ની અંતિમ યાત્રા નિકળી અને આખુ ગામ જોડાયું ! આવું કરવા પાછળ નુ કારણ
આપના હિન્દૂ ધર્મમાં ગાય ને અતિ પવિત્ર માનવામાં આવે છે. ગાય એ આપણી માતા સમાન તો છે પરંતુ ગાય આપણું જીવન નિર્વાહમાં એટલુ જ મહત્વનું ભાગ ભજવે છે. કહેવાય છે કે, ઘણા લોકો માટે ગાય તેમના પરિવાર સભ્ય સમાન હોય છે. તેમની સાથે એવો જ પ્રેમ અને લાગણીઓ નો સંબંધ રચાઈ છે જેવી રીતે પોતાનો લોહીનો સંબંધ કેમ ન હોય. ખરેખર દરેક પશુ અને પ્રાણીઓ પ્રત્યે આ પ્રકારની ભાવનાત્મક લાગણીઓ હોવી જરુરી છે.
આજે અમે આપને એક એવા પરિવાર વિશે જણાવીશું જેમની ગાયનું દુઃખ નિધન થતા જ શોકમય ની લાગણીઓ છવાઈ ગઈ.એક તરફ જ્યારે હાલમાં ગાયને રાષ્ટ્રીય પશુ તરીકે ની જાહેરાત કરવામાં આવી રહી છે, ત્યારે હાલમાં જ ગુરૂવારે વલ્લભીપુરના તોતણીયાળા ગામ ખાતે એક પશુપાલકની ગાયનું વધતી ઉંમરના કારણે નિધન થતા ગામમાં શોકમય ની લાગણીઓ છવાઈ ગઇ હતી.
ગામમાં કામધેનુનું ઉપનામ પામેલી ગાયના રક્ષક એવા અજીતસિંહ અમરસિંહ મોરીના પરિવારે ઢોલ-શરણાઈના સુર સાથે ગૌમાતાની અંતિમયાત્રા યોજી હતી. ખરેખર આ એક ઉત્તમ કાર્ય કહેવાય.આવું ભાગ્યે જ જોવા મળતું હોય છે કે, કોઈ વ્યક્તિને પશુ પ્રત્યે આટલો લગાવ હોય. આપણે અવારનવાર અનેક એવા કિસ્સાઓ વિશે જાણવા મળ્યું છે કે, જેમાં પશુ પ્રાણીઓ ના પાલક માલિક તેમના માટે પોતાના સર્વચ્ય અપર્ણ કરી દીધું હોય.
આ પરિવારના સભ્યની સાથે હળીમળી ગયેલી ગાય છેલ્લા 10 વર્ષોથી વિયાંણી ન હોવા છતાં નિયમિત પણે અમૃત સમાન દૂધ આપતી હોવાથી ગામ સમસ્તમાં આ ગાય કામધેનુના ઉપનામે ખ્યાતિ પ્રાપ્ત હતી.ગાયના સૌરક્ષક એવા અજીતસિંહ મોરીએ આ દુઃખદ ક્ષણે જણાવ્યું હતું કે, અમારા પરિવાર માટે આ ગાય માતા સાચા અર્થમાં કામધેનુ હતી. જેના સાનિધ્યમાં અમો સુખી-સંપન્ન થયા છીએ.શાસ્ત્રોકત વિધિથી ગાયને સમાધિસ્થ કરવામાં આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા