પ્રોગામોમાં વાંસળી વગાડનાર વિક્રમ ઠાકોર આવી રીતે બન્યા ગુજરાતી સિનેમા સુપર સ્ટાર!આવું હતું તેમનું જીવન..
ગુજરાતી સિનેમા અનેક કલાકારો થયા છે, જેમાં એવા અભિનેતાઓ બન્યા છે, જેમણે દર્શકોમાં દિલમાં રાજ કર્યું છે. અને જ્યારે તેમની ફિલ્મ સિમેમાં ઘરોમાં લાગતી ત્યારે લોકો ટ્રક અને બસોમાં બેસી બેસી ને ફિલ્મ જોવા જતા હતા. આમ પણ કહેવાય છે ને કે, સમયની સાથે ઘણું બદલાઈ જાય છે. બસ આવી જ રીતે એક કલાકાર જે એક સમયે માત્ર વાંસળી વગાડતો હતો એ કલાકાર આજે લાખો લોકોનું દિલ જીતીને ગુજરાતી સિનેમાનો અભિનેતા બનેલો.
ગુજરાતી સિનેમામાં અભિનેતા તો ઘણા બન્યા પરતું વિક્રમ ઠાકોર ની ફિલ્મો નો એક દાયકો હતો અને આજે પણ તેમના નામ થી સિનેમા ઘરો હાઉસ ફૂલ થઈ જાય. ઉરલ ફિલ્મોમાં જેમ ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા, હિતેન કુમાર જેવા અભિનેતાની બોલબાલા છે, એવી જ રીતે વિક્રમ ઠાકોર નું નામ ગુજરાતી સિનેમામાં મોખરે રહ્યું છે. તમને જ્યારે ખબર પડશે ત્યારે ચોંકી જશો કે, કંઈ રીતે તેને સઘર્ષ કરીને ગુજરાતી સિનેમાનાં અભિનેતા બન્યા.
તમને જાણીને નવાઈ લાગશે કે વિક્રમ ઠાકોર નું જીવન ખૂબ જ સઘર્ષમય હતું પરતું તેઓને ઈશ્વર આપેલી અદભુત કળા હતી. ચાલો એક નજર આપણે વિક્રમ ઠાકોરના જીવન પર કરીએ. વીક્રમ ઠાકોર ગાંધીનગર નજીક આવેલ ફતેહપુરાના વતની છે. દસ વર્ષની વયથી તેઓ તેમના પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ ઉપર વાંસળી વગાડવા જતા હતા. તેમના પિતા સંતવાણી અને ભજનના ગાયક હતા. વીસ વર્ષની વયે તેમણે રંગમંચ પરથી એકલા કાર્યક્રમો આપવાના શરુ કર્યા.
તેમની ઈચ્છા ક્યારેય પણ ફિલ્મી પડદે આવવાની ન હતી પરંતુ કહેવાય છે ને કે, જીવન ગમેં ત્યારે વળાંક લઈ શકે છે. ૨૦૦૬માં દિગ્દર્શકના રમેશ પટેલ કહેવાથી એકવાર પીયુને મળવા આવજો ફિલ્મ થી ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કર્યું અને આ ફિલ્મમાં જે સફળ રહી. આ ફિલ્મ તેના અભિનયની કારકિર્દી ની પ્રથમ ફિલ્મ હતી અને તેમનું ભાગ્ય સારું હતું કે પહેલી ફિલ્મ મોટાં બેનર હેઠળ ની હતી. આ ફિલ્મમાં હિતેન કુમાર, મમતા સોની, ફિરોઝ ઇરાની, મીનાક્ષી જેવા અભિનેતા અને અભિનેત્રી ઓ સાથે ફિલ્મ કરી.
આ ફિલ્મ પછી વિક્રમ ક્યારેય પાછું વળીને નથી જોયું અને આ ફિલ્મ બાદ તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો જે મોટે ભાગે ગ્રામ્ય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી હોય છે. તેમણે સળંગ આઠ સફળ ફિલ્મો આપી છે.પોતાના ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે અને આ ફિલ્મ દર્શકોના દિલોમે સ્પર્શ છે. ઉત્તર ગુજરાત અને મહેસાણા બાજુ આ ફિલ્મો ધૂમ મચાવે છે. વિક્રમ ઠાકોર ની ફિલ્મ લાગે ત્યારે લોકો સિનેમા ઘરે પોહચી જાય છે, જેવી રીતે સાઉથમાં રજનીકાંતની ફિલ્મો માટે લોકો આતુર હોય છે.
વિક્રમ ઠાકો આ સિવાય સફળ ફિલ્મોમાં આપી જેમાં રાધા તારા વિના ગમતું નથી (૨૦૦૭), વાગી કાળજે કટારી તારા પ્રેમની (૨૦૧૦), પ્રેમી ઝુક્યા નથી ને ઝુકશે નહીં (૨૦૧૧) અને રસિયા તારી રાધા રોકાણી રણમાં (૨૦૧૪)નો સમાવેશ થાય છે. તેમની ૬ ફિલ્મોએ કુલ મળીને રૂપિયા ૩ કરોડની કમાણી કરી અને તેમને વિવિધ માધ્યમોએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના હાલના ‘સુપર સ્ટાર’ ગણાવ્યા છે.[તેઓ હાલમાં ગાંધીનગર ખાતે નિવાસ કરે છે અને પોતાનું વૈભવશાળી જીવન જીવી રહ્યા છે.
View this post on Instagram