મોરપીંછ ઘરમાં રાખવું શુભ- અશુભ જાણો આ સંકેત.
કુદરતે આ પૃથ્વી પર અનેક જીવોને તેમના ગુણો અને સુંદરતા અર્પી છે, ત્યારે આજે આપણે એક એવા પક્ષીની વાત કરવાની છે, જે ખૂબ જ સુંદર તો છે પરંતુ આપણું ગૌરવ પણ છે. સૌ કોઈ જાણે છે કે, પક્ષીઓમાં સૌથી સુંદર જો કોઈ પક્ષી હોય છે તો તે છે મોર. મોર તેની સુંદરતાને લીધે સૌનું ધ્યાન પોતાના તરફ આકર્ષે છે. તમને ખબર નહીં હોય કે, મોરના ઈંડા પણ એટલા જ રંગબેરંગી હોય છે અને એટલે જ તો આપણા ગુજરાતીમાં કહેવત છે કે, મોરનાં ઇંડાને ચિતરવા ન પડે.
આજે આપણે મોરની સુંદરતાનું રાજ એટલે કે, તેના મોરપીંછ વિશે વાર કરીશું. મોર ખૂબ સુંદર છે તો તેના મોરપીંછ ન લીધે અને આપણે સૌ કોઈ જાણીએ છે કે, મોરના પીંછ ખૂબ જ સુંદર અને લાભદાયક પણ છે આ મોરપીંછને ઘરમાં રાખવાથી ફાયદો પણ થાય છે.
ભગવાન શ્રીકૃષ્ણના મુગટમાં મોરપીંછ હોય છે. ઇન્દ્ર દેવ મોરની પાંખના સિંહાસન પર બિરાજમાન છે.
પૌરાણિક કાળમાં ઋષિમુનિઓ મોરના પીંછાની કલમ બનાવીને મોટા-મોટા ગ્રંથો લખતા હતા. મોરપીંછની ભગવાનની પૂજા તેમજ પૂજાસ્થળ-નિજમંદિરમાં સાફસૂફી માટે પણ થતો હોય છે. પૂજાસ્થાનમાં રખાયલાં મોરપીંછ સ્થાનની પવિત્રતા પણ વ્યક્ત કરેમોરપીંછને ઘર કે ધંધા- રોજગારનાં સ્થળે રાખવાનું ઘણાને પસંદ હોય છે. મોરપીંછને ઘરમાં રાખવાનું કારણ ફક્ત ધાર્મિક જ નથી.
મોરપીંછ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધમાં વધારો થાય છે મોરપીંછ ઘરમાં નકારાત્મક શક્તિઓનો નાશ કરીને હકારાત્મક ઊર્જા એટલે પોઝિટિવ ઊર્જાનો સંચાર કરે છે. જો જીવનમાં અચાનક કષ્ટ કે વિપત્તિ આવી જાય, તો ઘર કે બેડરૂમમાં અગ્નિ ખૂણામાં મોરપીંછ મૂકવું જોઈએ. થોડા સમયમાં તમારા ઘરમાં અને જીવનમાં હકારાત્મક અસર દેખાશે. સાથે સાથે ઘરના દક્ષિણ-પૂર્વ (અગ્નિ) ખૂણામાં મોરપીંછ લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ વધવા લાગે છે. ભગવાનની પૂજાના રૂમમાં પણ મોરપીંછ રાખવામાં આવે છ
એવી એક માન્યતા પણ છે કેપોતાના ખિસ્સા કે ડાયરીમાં મોરપીંછ રાખવાથી રાહુ દોષની અસર પણ થતી નથી. મોરપીંછને આદરભેર માથા પર ચઢાવવાથી વિદ્યા અને વિનય મળે છે. સરસ્વતી માતાના ઉપાસક અને વિદ્યાર્થી પુસ્તકો વચ્ચે પણ મોરપીંછ રાખીને પણ લાભ મેળવી શકે છે.