રામયણમાં સીતા બનેલ અભિનેત્રી આજે આવું જીવન જીવે છે, તમે ઓળખી નહીં શકો…
આ જગતમાં દરેક વસ્તુઓ બદલાઈ છે ભલે ને પછી તે વ્યક્તિ જ કેમ ન હોય! પરિવર્તન સંસારનો નિયમ છે. ત્યારે આ જગતમાં બદલાવ પણ જરૂરી છે. આજે અમે આપને વાત કરીશું એક એવા અભિનેત્રી વિશે જેને પોતાનું જીવન એક સિરિયલ થી યાદગાર બનાવ્યુ. રામાનંદની રામાયણ તો આપણે સૌ કોઈ જોઈ છે. એક સમય એવો હતો જ્યારે આ સિરિયલ પ્રસારિત થતી ત્યારે લોકો ટીવી ની સામે બેસી જતાં પરિવાર સાથે.
આ સિરિયલ દ્વારા અનેક કલાકારો લોકપ્રિયતા મેળવી છે. જેમાં સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી દીપિકા ચીખલીયા આજે ઘર ઘરમાં સીતાના પાત્ર માટે ખૂબ જ લોકપ્રિય છે. ચાલો ત્યારે આજે આપણે જાણીશું કે, તેઓ હાલમાં શું કરે છે.એક વાત તો સત્ય છે કે, દીપિકા એ ભજવેલ સીતાના પાત્ર ને કારણે જાહેરમાં પણ લોકો તેને માતા સીતા જ કહીને બોલાવતા હતા. રામાનંદ સાગરની રામાયણ ટીવી શ્રેણી 25 જાન્યુઆરી 1987 થી 31 જુલાઈ 1988 દરમિયાન દૂરદર્શન પર દેખાડવામાં આવી હતી.
આના કુલ 78 એપિસોડ પ્રસારણ દરમિયાન બનાવવામાં આવ્યા હતા.હાલમાં તમે જો ‘રામાયણ’માં સીતાનું પાત્ર નિભાવનારી દીપિકા ચિખલિયાને જોઈ તમે કદાચ ઓળખી જ નહીં શકો.ચહેરા હવે તદ્દન બદલાઈ ગયો છે.સીતાના રોલમાં દીપિકા દરેક દર્શકોના દિલમાં ઉતરી ગઈ હતી. આ ધાર્મિક છબિનો ફાયદો એ થયો કે ભાજપની ઉમેદવાર બની અને બરોડા સીટ પરથી જીતી 1991માં લોકસભામાં તેઓ પોહચ્યાં હતા.
તમને ખ્યાલ નહીં હોય કે દીપિકાએ કેટલીક ફિલ્મો પણ કરી છે. તેણે ‘સુન મેરી લૈલા’થી બોલિવૂડમાં એન્ટ્રી મારી હતી, જેમાં રાજ કિરણ હતો. દીપિકા રાજેશ ખન્ના સાથે પણ ત્રણ ફિલ્મો કરી ચૂકી છે. આ બધા ઉપરાંત દીપિકાએ કેટલીક રિજનલ ફિલ્મો પણ કરી છે.દીપિકાએ હેમંત ટોપીવાળા સાથે લગ્ન કર્યા. તે શૃંગાર બિંદી અને ટિપ્સ એન્ડ ટોઝ કોસ્મેટિક્સના માલિક છે. તેમની બે દીકરીઓ છે, નિધિ અને જૂહી ટોપીવાલા. હાલમાં તે પોતાના પરિવાર સાથે સુખી દામ્પત્યજીવન પસાર કરી રહી છે અને જાહેર જીવનમાં અને અભિનયની દુનિયામાં પણ સક્રિય છે.