ડે. કલેકટરનાં ડ્રાઇવરની દીકરી ત્રણ વર્ષ કડીયા કામ કર્યું અને 12 ધો.માં નપાસ થયેલ છતાં મહેનત થકી પોલીસ બની
જીવનમાં જો કંઈ મેળવવું હોય ને તો અથાગ પરિશ્રમ અને દ્રઢ નિર્યણ શક્તિ રાખવી ખૂબ જ જરૂરી છે. આજના સમયમાં દીકરાઓ કરતા દીકરીઓ સૌથી મોખરે છે. એમ પણ ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવારની દીકરીઓ પોતાના પરિવારનું નામ ખૂબ જ ઉજ્જળું કરે છે. સમાજમાં દીકરીઓ ખૂબ જ આગવું સ્થાન ધરાવવામાં મોખરે છે. અમે આજે આપને એક એવી જ દીકરી ની સફકતાની
ખરેખર ધન્ય છે આ દીકરી ને જેને પોતાના પરિવારનું નામ રોશન કર્યું. વાત જાણે એમ છે કે,પાટડીના ડેપ્યુટી કલેક્ટરના ડ્રાઇવરની દીકરીએ પિતાને આર્થિક સહયોગ આપવા અભ્યાસ છોડ્યો પરતું લક્ષ્ય ન છોડ્યું અને મનના ખૂણે એ આશા ને પજ્વલિત રાખી અને સાથો સાથ પોતાના ઘરની જવાબદારીઓ નિભાવીને પોતાનું સપનું પૂરું કર્યું.
ડે.કલેક્ટરના રોજમદાર ડ્રાઇવરની દીકરીએ પોલીસ કોન્સ્ટેબલ અને સીઆરપીએફમાં પસંદગી પામીને માલધારી સમાજનું નામ રોશન કર્યું છે, ખરેખર આ દીકરી ને સફળતા અમસ્તા જ નથી મળી. જીવનમાં એવા ખરાબ દિવસોમાં પસાર થઈ અને જાણે તેનું સપનું મરી પડ્યું હતું પરતું આજે ભાવના ખાંભલા અત્યારે વડોદરામાં હથિયારધારી કોન્સ્ટેબલની તાલીમ લઈ રહી છે.
વાત જાણે એમ છે કે સગરામભાઈ 5 સંતાનમાંની ભાવનાએ પિતાને ઘર ચલાવવા માટે મજૂરીકામ કરીને ધોરણ 12ની પરીક્ષા આપી હતી બન્યું એવું હતું કે, 2 વિષયમાં નાપાસ થવા છતાં હિંમત હાર્યા વિના બીજા પ્રયત્ને ધો 12માં ઉત્તીર્ણ થઈ હતી. આત્મવિશ્વાસ અનેઅથાગ પરિશ્રમ સાથે પોતે કોન્સ્ટેબલ અને સીઆરપીએફની પરીક્ષા પાસ કરી હતી.
આ દીકરી એ વાત ખૂબ સારી કહી છે કે, કોઈને સુખ હોય, કોઈને દુ:ખ હોય. . ધોરણ 1થી 6 સુધી મેં દુ:ખ નહોતું જોયું, પરંતુ 8મા ધોરણ પછી પપ્પાની સ્થિતિ એવી હતી કે મારે 9મા ધોરણથી કડિયાકામ શરૂ કરવું પડ્યું. મેં 3 વર્ષ સુધી કડિયાકામ કર્યું. મને અત્યારે પણ કામ કરવામાં કોઈ જ શરમ નડતી નથી.
જીવનમાં કોઈ લક્ષ્ય હોવું જોઈએ અને મારું લક્ષ્ય હતું યુપીએસસી પરીક્ષા પાસ કરવાનું. એ માટે પૈસાની જરૂર હતી. પૈસા કમાવા માટે ઘરની સ્થિતિ નહીં હોવાથી પોતે કામ કરીને પોતાના નો અઅભ્યાસ પૂર્ણ કર્યો છે. ખરેખર આ દીકરી સૌ વ્યક્તિઓ માટે પ્રેરણાદાયક છે. ખરેખર આવું સદભાગ્ય કોઈક માતાપિતા નું હોય કે તેમના સંતાનો તેમનું નામ રોશન કરે.