રુક્ષ્મણી અને ગુજરાતી ફિલ્મ નકારાત્મક ભૂમિકા થી લોકપ્રિય થયેલ પિન્કી પરીખ આજે કરે છે, આ કામ…
ગુજરાતી ફિલ્મોમાં અનેક એવી અભિનેત્રીઓ છે, જેમણે લગ્ન પછી અથવા તો અધ વચ્ચે ગુજરાતી ફિલ્મોને અલવીદા કહી દીધું છે. આજે રોમાં માણેક, આંનદી ત્રિપાઠી, સ્નેહલતા, જય શ્રી ટી એવી અનેક અભિનેત્રીઓ છે, હાલમાં નથી દેખાતા ફિલ્મોની દુનિયામાં ત્યારે એવું જ એક નામ એટલે પિન્કી પરીખ જેને લોકો રુકમણિ તરીકે વધુ ઓળખે છે. એક સમયે તેઓ ફિલ્મની દુનિયાને અલવિદા કહી દિધુ હતું અને જ્યારે તેઓ ગુજરાતી ફિલ્મ ફરી કમબેક કર્યું ત્યારે તેમને ઓળખવા મુશ્કેલ બની ગયા હતા.
આજે આપણે જાણીશું કે પિન્કી પરીખનું જીવન કેવું હતું.. રામાનંદ સાગરની સિરીયલ જાણીતી સિરિયલમાં પિન્કી પરીખે રુક્ષ્મણિનું પાત્ર ભજવ્યું હતું. રુક્ષ્મણિના પાત્રથી જ તે લોકપ્રિય બન્યા હતા. પિન્કી પરીખ મૂળ ગુજરાતી છે. તેમણે 15 વર્ષની ઉંમરે ફિલ્મ ‘મહેંદી લીલી અને રંગો રાતો’થી એક્ટિગમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મને શ્રીદત્ત વ્યાસે ડિરેક્ટ કરી હતી.
સૌથી મહત્વની વાત એ કે, પિન્કી પરીખ 1998માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દેશ રે જોયા, દાદા પરદેશ જોયા’માં નેગેટિવ રોલ કર્યો હતો. તે સમયે સુપરહિટ નિવડેલી આ ફિલ્મમાં નેગેટિવ રોલ માટે બેસ્ટ એક્ટ્રેસનો પિન્કી પરીખને એવોર્ડ મળ્યો હતો.પિન્કી અનેક ફિલ્મો કરી અને ખૂબ જ રાજ કર્યું પરતું અચનાક ફિલ્મોને અલવિદા કહી દીધું હતું.અંગત જીવન પર એક નજર કરીએ તો તેમને વિરલ દેસાઈ સાથે લગ્ન કર્યા છે.
તેમના પતિ વિરલ દેસાઈ બિઝનેસમેન છે. લગ્ન બાદ તેઓ મુંબઈ શિફ્ટ થયા હતા અને હાલમાં તેઓ બે સંતાનોના માતા છે. તેમને અનુષ્કા અને આર્યન નામના બે બાળકો છે. એ વાત ભાગ્યે જ જાણતાં હશે કે તેઓ 2007થી અમદાવાદ શિફ્ટ થયા હતા. ત્યારથી તેમણે એક્ટિંગમાંથી બ્રેક લીધો. ત્યારબાદ તેઓ જાહેર કે મીડિયા ની સમક્ષ સામે નોહતા આવ્યા પરતું વર્ષ 2019માં તેઓ મોન્ટુની બીટ્ટુ ફિલ્મ થી 10 વર્ષ પછી ડેબ્યુ કર્યું અને હવે તેઓ ગુજરાતી ફિલ્મો સાથે સક્રિય છે.