બ્રહ્માંડમાં નાસા એ ભગવાન ના હાથ ની તસ્વીર લીધી?? જાણો નાસા એ અંગે શુ જણાવ્યું??
બ્રહ્માંડમાં નાસા એ ભગવાન ના હાથ ની તસ્વીર લીધી?? જાણો નાસા એ અંગે શુ જણાવ્યું??આખિલ બ્રાહ્માંડમાં એક તું શ્રી હરિ! આ પદ નરસિંહ મહેતાનું છે. આજે આ પદ એટલે યાદ આવે છે, કારણ કે હાલમાં જ નાસાએ લીધેલી તસવીર ‘હેન્ડ ઓફ ગોડ’ શું છે, આ ચમકતો હાથ 33 પ્રકાશ વર્ષ ક્ષેત્રમાં ફેલાયેલો છે, અવકાશમાં આ ‘હાથ’ 19 કિલોમીટર પહોળો છે. આ વાત જણાવી છે, ત્યારે અમે આપને માહિતગાર કરીશું કે, આખરે હકીકત શું છે અને આ ભગવાનનાં પંજા પાછળ નું રહ્યસ્ય શું છે?
સા (NASA)એ તાજેતરમાં જ અંતરિક્ષમાં અનેક વર્ષોથી જોવા મળતા ‘ભગવાનનો હાથ’ અંગે ખાસ માહિતી જાહેર કરી છે. તેમજ આ પંજાની તસ્વીર શેર કરી છે. આ હ હાથ પીળા રંગનો તો કોઈ તસવીરમાં એ લીલા રંગનો દેખાય છે. એમાંથી પ્રકાશ નીકળી રહ્યો છે. છેવટે અંતરિક્ષમાં ‘ભગવાનનો હાથ’ શું છે એ કેવી રીતે બન્યો એ જણાવ્યું અને આ ચતમત્કાર ‘હેન્ડ ઓફ ગોડ’ નામ આપ્યું છે. જોકે આ હાથની સાઈઝ હવે ધીરે-ધીરે ઘટી રહી છે.
કહેવાય છે કે, રંગ-સ્વરૂપનો અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકોએ વર્ષ 2004થી શરૂઆત કરી હતી, આ અંગે ત્યાર પછીનાં વર્ષ 2004, 2008, 2017 અને વર્ષ 2018 આ અંગે સંશોધન કરવામાં આવ્યું હતું. પંજાનાં વાદળોનાં ઘનત્ત્વમાં સતત ઘટાડો થતો રહ્યો છે.આ પંજા જેવી આકૃતિ નેબુલા ની ઊર્જાથી બનેલી છે, જે એક પલ્સર ને છૂટકવાથી નીકળે છે. આ પલ્સર તારો તૂટવાથી તૈયાર થયો હતો. આ પલ્સરનું નામ PSR છે. આ પંજાની પહોંળાઈ આશરે 19 કિલોમીટર છે. એ પ્રત્યેક સેકન્ડમાં સાત વખત ફરે છે. ઈન્સ્ટાગ્રામ પર આ અંગેની માહિતી આપવામાં આવેલી છે.
હવે અમે તમને એવી માહિતી આપી રહ્યા છીએ, જે તેની સંપૂર્ણ વિગત ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરીની સાઈટ પર હતી.એક સુપરનોવા વિસ્ફોટ હતો, જેનો પ્રકાશ 1700 વર્ષ અગાઉ પૃથ્વી પર પહોંચ્યો હતો. એ સમયે માયા સભ્યતા ધરતી પર હતી અથવા તો ચીનમાં જીન સામ્રાજ્યનું શાસન હતું. તારાના વિસ્ફોટથી અનેક વખત પલ્સર બને છે. એનાં વાદળ ખૂબ જ વધારે પ્રમાણમાં ચુંબકીય શક્તિ ધરાવે છે. આ વાદળનું પ્રમાણ ઘણું હોય છે. એને સમાપ્ત થવામાં ઘણો સમય લાગી શકે છે. જોકે એ ધીમે ધીમે ખતમ થાય છે.
હકીકતમાં આ ભગવાનનો પંજો આપણી આકાશગંગામાં થયેલા સુપરનોવા વિસ્ફોટને લીધે છે. અંતરિક્ષમાં જોવા મળતો આ હાથ પૃથ્વીથી આશરે 17 હજાર પ્રકાશવર્ષ દૂરના અંતરે છે. આ હાથ 33 પ્રકાશવર્ષના વિશેષ વિસ્તારમાં ફેલાયેલો છે. ભગવાનના પંજા પાસે ચુંબકીય શક્તિ ખૂબ જ વધારે હોય છે. એ ધરતીના ચુંબકીય શક્તિ કરતાં 15 ટ્રિલિયન ગણી વધારે શક્તિ ધરાવે છે, એટલે કે 15 લાખ કરોડ ગણી વધારે શક્તિશાળી ચુંબકીય શક્તિ છે. એનો અર્થ એવો થયો કે એમાં જે પણ વસ્તુ જશે એ એમાં જ રહી જશે. ખૂબ જ ઝડપથી થઈ રહેલી ચુંબકીય શક્તિને લીધે આ ભગવાનનો પંજો આપણી આકાશગંગાનું સૌથી શક્તિશાળી ઈલેક્ટ્રોમેગ્નેટિક જનરેટર છે.