Gujarat

સમાચાર વાંચવા…

ટી.વી ઇન્ડસ્ટ્રી અને ફીલ્મ જગત માટે એક ખુબ દુખદ સમાચાર મળી રહયા છે જેમાં એક અભિનેત્રી ગળાફાંસો ખાઈ ને આત્મ હત્યા કરી લીધી છે. એક્ટ્રેસ સૌજન્યા ની બેંગલુરુ સ્થિત પોતાના ઘરે રુમ મા લાશ મળી આવી છે. પોલીસ રીપોર્ટ અનુસાર સૌજન્યા નો રુમ નો દરવાજો અંદર થી બંધ હતો અને પોલીસ દરવાજો તોડી ને અંદર પ્રવેશી હતી અને એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે.

મુળ કન્નડ ફિલ્મ અભીનેત્રી અને સૌજન્યા બેંગલુરુ મા કુંબલગોડુના એક અપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી. આ ઘટના મા જાણવા મળ્યુ હતુ કે સૌજન્યા ના બેડરૂમ મા પંખા સાથે લટકતી લાશ જોવા મળી હતી અને તેની પાસે થી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. અને તેમા આત્મ હત્યા માટે કોઈ ને પણ જવાબદાર ઠેરવ્યા નથી અને સાથે પરીવાર ની પણ માફી માંગી છે.

આ ઉપરાંત સ્યુસાઈડ નોટ મા જણાવ્યું હતુ કે સ્વાસ્થય સબંધી બિમારી ની ના લીધે સ્યુસાઈડ કરે છે અને આ બિમારી અંગે કોઈના જણાવી પણ શકે તેમ નથી અને આના માટે સારવાર પણ કરાવી હતી પરંતુ કોઈ રાહત થઈ ના હોવાથી તેણી એ આત્મ હત્યા કરી હતી.

સૌજન્યા મૂળ રીતે કોડગુ જિલ્લાના કુશલનગરમાં રહેતી હતી. તેણે 27 સપ્ટેમ્બરના રોજ સુસાઇડ નોટ લખી હતી અને ત્રણ દિવસ બાદ આત્મહત્યા કરી હતી. સૌજન્યા મુળ કન્નડ ફિલ્મ અભીનેત્રી હતી અને જાણીતી સીરીયલો મા પણ કામ કર્યુ છે. હાલ કન્નડ ફિલ્મ જગત મા ઘેરા શોક ની લાગણી ફેલાઈ હતી અને પોલીસ પણ આત્મહત્યા કરવાના અન્ય પાસા ઓ તપાસી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!