ગોંડલ :કાર અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત મા બે લોકો ના ઘટના સ્થળે જ મોત થયા
ગઈ કાલના રોજ ગોંડલ માં કાર અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત મા બે લોકો ના ઘટના સ્થળે જ મોત થયા હતા અને આ ઘટના થી પરિવાર જનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ હતી અને જ્યારે આ બનાવ વિશે તમેં જાણશો ત્યારે તમને પણ આશ્ચર્ય થશે કે આ બનાવ કંઈ રીતે બન્યો. અમે આપને આ ઘટનાની વિસ્તુત માહિતી જણાવીશું. ખરેખર આપણે સૌ કોઈ જાણીએ છે કે, અવારનવાર આવા રોડ અકસ્તમાત બનતા હોય છે,જેમાં અનેક લોકોના જીવ પણ જતા હોય છે.
ત્યારે હાલમાં જ ગોડલના અનલગઢ પાસે ગોળાઈમાં કાર અને બાઇક વચ્ચે આ દુર્ઘટના બની હતી. જેમાં કારે બાઇકને ધડાકાભેર ઉલાળતા બાઇકનો ભુક્કો થઇ ગયો છે. આ ઘટનામાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.હાલમાં અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા સાથે ગોંડલ દાખલ કરવામાં આવ્યો છે. ગંભીર પરિસ્થિતિ જણાતા રાજકોટ હોસ્પિટલ ખસેડાઇ છે.
આ ઘટનાની જાણ થતાં જ ગોંડલ તાલુકા પોલીસ દોડી ગઇ હતી અને ગોંડલ નગરપાલિકાની એમ્બ્યુલન્સને જાણ કરાતા દોડી આવી હતી. સૂત્ર દ્વારા મળેલ માહિતી મુજબ ગઈકાલનાં બપોરના 3 વાગે ગોંડલ લુણીવાવ વચ્ચે અનલગઢની ગોળાઇમાં લુણીવાવથી આવી રહેલી સ્કોર્પિયો તથા ગોંડલ તરફથી ત્રિપલ સવારીમાં આવી રહેલી બાઇક સામ સામે અથડાતાં બાઇકમાં સવાર કમલેશ કલાભાઇ ભુરીયા (ઉં.વ.32) અને મંગા ચૈન્યાભાઇ ગણાવા (ઉં.વ.30)નું માથાના ભાગે ગંભીર ઇજાને કારણે ઘટનાં સ્થળે મોત નિપજ્યું હતું.
જ્યારે બાઇક પર ત્રિપલ સવારીમાં બેઠેલાં અન્ય વ્યક્તિને ગંભીર ઇજા પહોચતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી રાજકોટ ખસેડાયા હતાં.મૃતકોની આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના કરીએ છીએ. ભગવાન તેમના પરિવારને આ દુઃખ શ સહન કરવાની શક્તિ આપે અને એવી ઈશ્વરનાં ચરણોમાં પ્રાર્થના કરીએ