Gujarat

સોના ભાવમાં થયો મોટો ફેરફાર! સોનુ ખરીદતા પહેલા જાણી લો, શું છે બજારમાં સોનાનો ભાવ…

હાલમાં ઘણા દિવસથી સોના ભાવમાં વટઘટ જોવા મળી રહી છે, ત્યારે હાલમાં જ સોનાના ભાવને લઇને મહત્વણ સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર આજે સાંજે સોનાનો ભાવ 59616 રૂપિયા જાહેર થયેલ. આ દર આજે સવારે 59456 રૂપિયા હતો. આમ આજે સોનામાં સવારથી સાંજની વચ્ચે 160 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે.

બીજી તરફ પાછલા ટ્રેડિંગ દિવસે સોનું 59451 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે બંધ થયું હતું. આમ તે પાછલા ટ્રેડિંગ દિવસની સરખામણીમાં રૂ. 165 પ્રતિ 10 ગ્રામના વધારા સાથે બંધ થયો છે.આ સિવાય આજે ચાંદીનો ભાવ 74273 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે બંધ રહ્યો હતો. આ દર આજે સવારે 73919 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે ખુલ્યો હતો. આમ સવારથી સાંજની વચ્ચે ચાંદીના ભાવમાં 354 રૂપિયાનો વધારો નોંધાયો છે.

બીજી તરફ, છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદીનો આ દર 74288 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. આમ, ગઈકાલની સરખામણીએ આજે ​​ચાંદીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 15નો ઘટાડો થયો છે.સોનું તેની સર્વકાલીન ઊંચાઈથી રૂ. 2,030 સસ્તું વેચાઈ રહ્યું છે. અગાઉ, 4 મે, 2023 ના રોજ સોનાએ તેની સર્વકાલીન ઉચ્ચતમ સપાટી બનાવી હતી. તે સમયે સોનું 61646 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સાંજે, 4 ઓગસ્ટ, 2023 ના રોજ સોનામાં રૂ. 393.00 ના વધારા સાથે રૂ. 59,332.00 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ, 5 સપ્ટેમ્બર, 2023ના રોજ ચાંદીનો વાયદો રૂ. 725.00ના વધારા સાથે રૂ. 74,668.00ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની માંગ વધી રહી છે, આજે યુએસમાં સોનું $1.04ના વધારા સાથે $1,953.06 પ્રતિ ઔંસના દરે ટ્રેડ થઈ રહ્યું છે. બીજી તરફ, ચાંદી 0.01 ડોલરના વધારા સાથે 24.41 ડોલર પ્રતિ ઔંસના સ્તરે કારોબાર કરી રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!