Gujarat

લોકસાહિત્ય કલાકાર રાજભા ગઢવીના જીવનમાં પડી મોટી ખોટ, 70 વર્ષની ઉમરે થયું પિતાનું અવસાન.. જાણૉ વિગતે

ગુજરાતના લોકપ્રિય લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને તેમના પરિવાર પર દુ:ખના વાદળો છવાઈ ગયા છે. રાજભા ગઢવીના પિતાશ્રીનું તા. ૨૯/૦૧/૨૦૨૫ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે દુખઃદ નિધન થયું છે. આ દુ:ખદ સમાચારની જાણ રાજભા ગઢવીએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી કરી હતી. આ શોક સમાચાર મળતાની સાથે જ રાજભા ગઢવીના સ્વજનો, ચાહકો અને કલાજગતમાં શોકનું વાતાવરણ છવાઈ ગયેલું.

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આલસુરભાઈ સામત થોડા સમયથી બીમાર હતા. રાજભા ગઢવીના પિતાશ્રી આલસુરભાઈ સામત પરિવાર સાથે ગીરના જંગલમાં આવેલા લીલાપાણીમાં નેસમાં રહેતાં હતા, રાજભા ગઢવી પોતાના પિતાજીને બાપા કહેતા હતા, તેમણે પોતાના પિતાજી પાસેથી જીવન ઘડતરનું જ્ઞાન લીધું તેમજ લોક સાહિત્યનો વારસો પણ તેમણે પોતાના પિતા પાસેથી મેળવ્યો છે.

બાપ એ ઘરનો આધાર નહીં પરંતુ સંતાનના જીવનનો પણ આધાર હોય છે, રાજભા ગઢવીના પિતાજીનું નિધન થતાં તેમના જીવનમાં ખૂબ જ મોટી ખોટ પડી છે, તેમના પિતાજીના નિધનના સમાચાર મળતાની સાથે જ લોકસાહિત્ય કલાકારો તેમજ ગુજરાતના લોક ગાયક કલાકારો તેમજ અનેક મહાનુભાવોએ પણ રાજભા ગઢવીના પિતાજીને શ્રદ્ધાંજલિ પાઠવી છે તેમજ આ દૂ:ખ ની ઘડીમાં રાજભા ગઢવીને સાંત્વના પાઠવી છે.

આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે રાજભા ગઢવીના પિતાજીના દિવ્ય આત્માને શાંતિ મળે તેમજ રાજભ ગઢવીના પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!