Gujarat

ધોરાજીમાં મોહરમમાં બની મોટી દુર્ઘટના!! તાજીયા જુલુસ વિજના સંપર્કમાં આવતા 26 લોકોને કરંટ લાગ્યો, બે ના મોત… જુઓ વિડીયો

હાલમાં જ મુસ્લિમ સમાજનો મોહરમનો તહેવાર (Mahoram festival ) અનેક શહેરોમાં મનાવવામાં આવ્યો હતો. આ તહેવાર નિમિત્તે ખાસ તો તાજિયાનું (Tajiya) જુલુસ નીકળે છે, ત્યારે દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે મહોરમના તહેવાર નિમિત્તે જ મોતનું માતમ (Death) છવાઈ ગયું હતું. આ દુર્ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે અને આ વીડિયો જોઈને તમારા રૂંવાટા ઉભા થઇ જશે. ચાલો આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી આપીએ.

સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ આ બનાવ ધોરાજી શહેરનો છે.
તાજિયાનું જુલુસ જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે તાજીયા વીજલાઈન (Electricity) સાથે અડી જતાં 26 લોકોને વીજ શોક લાગ્યો હતો.આ બનાવના પગેલે 26માંથી 2 લોકોનું મોત થયું છે, જ્યારે અન્ય 24 લોકો સારવાર હેઠળ છે. મૃતકોના પરિવારમાં (Family) શોકનું મોજું ફરી વળ્યું. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે.

આ બનાવના પગેલે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય શ્રી લલિત વસોયાએ મુખ્યમંત્રીને (Chif minister of Gujarat) પત્ર લખી મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય આપવા માંગ કરી છે.ઈજાગ્રસ્ત તમામ લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી છે આ કારણે તેઓ યોગ્ય સારવાર માટે 50-50 હજાર હાયની માંગ કરી છે તેમજ મૃતકોના પરિવારજનો માટે પણ આર્થિક મદદની માંગ કરી છે. આ ઘટના અત્યંત દુઃખ દાયી છે. ઇજાગ્રસ્ત લોકી જલ્દી સ્વસ્થ થઈ જાય એજ પ્રાર્થના.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!