Gujarat

અમદાવાદમાં ભગવાનના જન્મોત્સવમાં છવાયો મૌતનો માતમ! મટકી ફોડવા ચડયો હતો સગીર ત્યાં ચબૂતરો….

ફક્ત ગુજરાત રાજ્ય જ નહિ પણ આખા દેશમાં ગઈકાલના દિવસે ભગવાન શ્રી કૃષ્ણાનો જન્મોત્સવણી ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર મટકી ફોડ જેવા અનેક ધાર્મિક પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું હતું, એવામાં અમદાવાદમાં ભગવાનના જન્મોત્સવમાં જ ખૂબ મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં એક 15 વર્ષી સગીર મૌતને ભેટી ગયો હતો.

શહેરના દરિયાપુરમાં આવેલ હનુમાનવાળી પોળમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ નિમીતે મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. એવામાં 15 વર્ષી સગીર જ્યારે મટકી ફોડવા માટે ચડયો હતો ત્યારે ચબૂતરા સાથે બાંધેલો તાર સહિત ચબૂતરો તૂટી પડતાં આ સગીર દીવાલ નીચે દબાયો હતો અને ઘટના સ્થળે જ મૌતને ભેટી ગયો હતો.

આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પણ ભારે અરેરાટી ફેલાય ગઈ હતી, આ ઘટનાની જાણ થતાંણી સાથે જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ દુર્ઘટનાની નોંધ લીધી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક સગીરનું નામ દેવ પઢિયાર(ઉ.વ.15) છે, એવામાં જ્યારે દેવ મટકી ફોડવા માટે ઉપર ચડયો હતો ત્યારે ચબૂતરા સાથે બાંધેલ તાર તૂટયો હતો અને નજીકમાં આવેલ દીવાલ પણ પડી ગઈ હતી.

એવામાં આ દીવાલ નીચે 15 વર્ષી દેવ દટાયો હતો. દીવાલ નીચે દબાય જતાં દેવનું ઘટના સ્થળે જ મૌત નીપજ્યું હતું. ભગવાનના જન્મોત્સવમાં આવી દુર્ઘટના ઘટતા આસપાસના વિસ્તારોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું. એક માતા-પિતાએ પોતાની નજર સામે જ બાળકને ગુમાવી દેતા પરિવારજનોએ હૈયાફાંટ આક્રંદ કર્યું હતું એટલું જ નહિ આવા પાવન અવસર પર દુખની ઘડી આવી જતાં સૌ કોઈની આંખોમાં આસું આવી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!