રડાવી દે તેવો કિસ્સો! બે જીગરજાન મિત્રોએ સાથે કર્યું મોતને વ્હાલું, મુત્યુ પહેલા સ્ટેટ્સમાં મુક્યો ઓશોનો ફોટો….જાણૉ વિગતે
આત્મત્યાના અનેક પ્રકારના બનાવો સામે આવતા હોય છે, હાલમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. આ દુઃખદ ઘટનામાં એકી સાથે બે મિત્રોએ મોતને વ્હાલું કર્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ બંને યુવકોએ મુત્યુ પહેલા ઓશોનું પ્રવચન સાંભળ્યું હતું અને આ બંન્ને યુવકો ઓશોના ચાહકો હતા. ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ કે, શા માટે આ યુવાનોએ આત્મહત્યા કરી અને ઓશોના પ્રવચનમાં એવું તે શું હતું કે આ બન્ને યુવકોએ આત્મહત્યા પહેલા તેમનો ઉપદેશ સાંભળ્યો.
આ દુઃખ ઘટના યુપીના જાલૌનની છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર બન્ને યુવકોએ ઓશોનો ઉપદેશ સાંભળ્યા બાદ ઝેરી દવા ખાઈને જીવન ટૂંકાવ્યું .
આત્મહત્યા પહેલા જ બન્ને મૃતકે ઇન્સ્ટાગ્રામ પર ચિતા, અંતિમયાત્રા જેવા સ્ટેટસ પોસ્ટ કર્યા હતા. શા માટે આત્મહત્યા કરી તે અંગે કોઈ કારણ સામે નથી આવ્યું. બંને મૃતક યુવકો અંગે જાણીએ તો અમન વર્મા અને બલેન્દ્ર પાલ બન્ને મિત્ર હતા અને ઓશોના ચાહક હતા.
બન્ને એ સાથે મળીને ઝેરી દવા ખાધી હતી, જેમાં બાલેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અમનની તબિયત બગડવા લાગી હતી, જેથી હોસ્પિટલમાં દાખલ કરેલ પણ મુત્યુનો ભેટ્યો.આ બને એ આત્મહત્યા પહેલા એક સ્ટેસ્ટ મૂક્યું હતું જેમાં ઓશોના ફોટોમાં ‘મૃત્યુ એ સત્ય છે’ લખેલું હતું. આ દુઃખદ ઘટનાને લીધે પરિવાજનો માં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. મૃતકોની આત્માને શાંતિ મળે તેમજ પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે એજ ઈશ્વરને પાર્થના.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો