માતા પિતાઓ માટે ચેતવણીરુપ કિસ્સો ! ધોરણ 9 મા ભણતી દિકરી મજુર સાથે લગ્ન કરવા દિલ્હી પહોંચી ગઈ અને ત્યાથી…
આજના સોશિયલ મીડિયાના સમયમાં લોકો ખુબજ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા યુસ કર્તા થયા છે તો વળી આ સોશિયલ મીડિયાના ઘણા ફાયદાઓ પણ છે અને ઘણા ગેરફાયદાઓ પણ જોવા મળી રહયા છે વાત કર્યે તો આ સોશિયલ મીડિયા દ્વારા દુનિયાના એક છેડે થી બીજા છેડે સુધી વ્યક્તિ એક બીજા સાથે ઓનલાઇન કોન્ટેક્ટમાઁ આવી જતા હોઈ છે તેમજ હાલ એક ખુબજ ચોકાવનારો બનાવ સામે આવી રહ્યો છે જેમાં શ્રમજીવી સાથે લગ્ન કરવા દિલ્હી પહોંચી ગઈ નવમા ધોરણની વિદ્યાર્થીની, ફેસબુક થકી પાંગર્યો હતો પ્રેમ. આ કિસ્સો માતા પિતા માટે ખુબજ ચેતવણીરૂપ કિસ્સો છે. ચાલો તમને વિગતે જણાવીએ.
વાત કરીએ તો આજના સમયમાં યુવાનો ખુબજ ગેર માર્ગે દોડતા જોવા મળી રહયા છે જેની કોઈ સીમા નથી. વાત કરીએ તો ગાંધીનગરની એક શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થીની શાળાના ગેટ પાસેથી ગાયબ થઈ ગઈ હતી. દીકરી ઘરે પાછી ના આવતા તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે છાત્રાએ અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પરથી દિલ્હી જતી ટ્રેનની ટીકીટ ખરીદી હતી. આ જાણકારી સામે આવ્યા પછી પોલીસની એક ટુકડી દિલ્હી જવા માટે રવાના થઈ હતી.
આમ ફેસબુકના માધ્યમથી વિદ્યાર્થીનીનો યુવક સાથે સંપર્ક થયો હતો. યુવક દિલ્હીમાં મજુરી કામ કરતો હોવાની જાણકારી સામે આવી છે. વિદ્યાર્થીની અને યુવકે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો. લગ્ન માટે બન્ને દિલ્હીથી બિહાર પહોંચ્યા હતા. પરંતુ પોલીસે મોબાઈલ નંબર ટ્રેસ કરીને તેમને સિતામઢી પાસેના એક ગામમાંથી ઝડપી લીધા હતા.
તેમજ વાત કરીએ તો પોલીસની પૂછપરછમાઁ સામું આવ્યું કે દીકરી આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતી હોવાને કારણે પિતાએ તેની પાસેથી ફોન લઈ લીધો હતો. પરંતુ તો પણ તેણે ગમે તેમ કરીને પિતાના ફોનનો ઉપયોગ કરીને યુવકનો સંપર્ક સાધ્યો હતો અને દિલ્હી પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર બાબતની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ આ ઘટના બીજા કોઈ પરિવાર સાથે નો બને તેની બધાજ માતા પિતાએ નોંધ લેવી જોઈએ. નાની ઉમરના બાળકોને મોબાઈલની ટેવ પાડવાજ નો દેવી જોઈએ જેથી આવા ગંભીર ઘટનાઓ અટકે છે.