શહીદ વીર મહિપાલસિંહના ઘરે થયો દીકરીનો જન્મ! પિતાની યાદમાં દીકરી એવું નામ પાડ્યું કે જાણીને ગર્વ થશે…
ભારત દેશની દિવસ-રાત રક્ષાએ કરનાર દેશના જવાનો પોતાના પ્રાણ અને પરિવારજનોની પરવાહ કર્યા વગર પોતાનું જીવન દેશને સમર્પિત કરી દેતા હોય છે. હાલમાં જ ગુજરાતના અમાદાવાદ શહેરના જવાન મહિપાલસિંહ વાળા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડીને વીરગતિ પામ્યા. તેમની અંતિમ વિદાયમાં ખુબ જ કરુણદાયક દ્રશ્યો ત્યારે સર્જાયા હતા, જ્યારે તેમના પત્ની અંતિમ વિદાઈ આપવા પહોંચ્યાં હતા.
તમને જણાવીએ કે, શહીદ મહીપાલસિંહને નાનપણથી સેનામાં જવાની ઈચ્છા હતી અને તેમણે પોતાનું આ સ્વપ્ન સાકાર પણ કર્યું અને પોતાના પ્રાણ દેશ માટે ન્યોછાવર કર્યા. સૌથી દુઃખદ વાત એ છે કે, 15 ઓગસ્ટે જ મહીપાલસિંહનો જન્મદિવસ દિવસ હતો તેમજ 3 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને સૌથી કરુંણ દાયક વાત એ છે કે તેમના પત્ની ગર્ભવતી હતા.
પોતાના જ સંતાનનું મોઢું જોવે તે પહેલા જ આ દુનિયામાંથી વિદાય લીધી. હાલમાં મીડિયા દ્વારા જ જાણવા મળ્યું છે કે. મહિપાલસિંહના ઘરે દીકરીનો જન્મ થયો છે. ખરેખર વિધાતાના લેખને કોઈ નથી સમજી શકતું કારણ કે જીવનની ઘટમાળા એવી લખે કે માણસ જીવનને જાણી શકતો નથી. પોતાના શહીદ પતિની યાદમાં કપડાંને સ્પર્શ કરી માએ દીકરી હાથમાં લીધી હતી.
તમને જાણીને ગર્વ થશે કે આ વ્હાલસોયી દીકરીનું નામ વિરલબા રાખવામાં આવ્યું છે.સૌથી હ્નદયસ્પર્શી વાત એ છે કે, શહીદ મહિપાલસિંહના પત્ની વર્ષાબાને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેમણે મહિપાલસિંહનાં કપડાં પાસે રાખ્યાં હતાં. વર્ષાબાએ શહીદ વીરનાં કપડાંનો સ્પર્શ કરી અશ્રુભીની આંખે પુત્રીને હાથમાં લીધી હતી. ખરેખર કોટી વંદન કરીએ , શહીદ મહિપાલસિંહને કારણ કે તેમણે પોતાનું જીવન વીરગતિને સમર્પિત કર્યું.
આજે તેમના ઘરે દીકરીનો જન્મ થયો ત્યારે આ દીકરીને પણ વિરલબા નામ રાખવામાં આવ્યું. આ નામ સદાય તેમના પિતાની વીરગતિને યાદ અપાવશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.