ક્રિકેટ સ્ટેડિયમમાં આકાશ અંબાણી પર ચાહકે ફેક્યો મોબાઈલ ફોન! આકાશે આપ્યું એવું રીકેશન કે, લોકો જોતાં જ રહી ગયા.. જુઓ વિડીયો
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અંબાણી પરિવાર ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે પરંતુ જ્યારે પણ જાહેરમાં જોવા મળે છે, ત્યારે સૌ કોઈનું દિલ જીતી લે છે. હાલમાં જ એક મેચ દરમિયાન આકાશ તેની આઈપીએલ ફ્રેન્ચાઈઝી ‘મુંબઈ ઈન્ડિયન્સ’ને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. જો કે, અહીં કેટલાક ચાહકોએ તેને સેલ્ફી માટે વિનંતી કરી હતી.
દેશના સૌથી ધનિક વ્યક્તિના પુત્ર હોવા છતાં પણ કોઈપણ જાતના અભિમાન વગર તેમને ચાહક સાથે સેલ્ફી લેવા માટે ચાહક પાસેથી ફોન માંગ્યો હતો. સેલ્ફી લેવા મા એક પ્રશંસકે તેનો ફોન તેની તરફ ફેંકી દીધો, જેના કારણે આકાશ થોડો ડરી ગયો. હવે તેની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જો અન્ય કોઈ સેલિબ્રેટી સાથે આવું થાય તો તેનું રિએક્શન કેવું હોય તેની કલ્પના ન કરી શકાય.
આકાશ અંબાણીએ ગુસ્સે થયા વગર જ ચાહક સાથે સેલ્ફી પણ પડાવી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડીયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે. મેચ દરમિયાન ચાહકોના એક જૂથે આકાશ અંબાણી સાથે સેલ્ફી લેવાની વિનંતી કરી, જેના પર આકાશે સંમતિ આપી અને વ્યક્તિને તેનો ફોન આપવાનું કહ્યું. જ્યારે તે ફોન પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે અન્ય એક ચાહકે તેનો ફોન તેની તરફ ફેંકી દીધો,
આ મોબાઈલ ફોનને કારણે આકાશને ઇજા પણ થઇ શકે તેમ હતી. વિડીયોમાં જોઈ શકશો કે અચાનક મોબાઈલ ફોન ફેંકવાથી આકાશ અંબાણી હેબતાઈ ગયેલ અને થોડીક ક્ષણ માટે સ્તબ્ધ થઇ ગયેલ. ચાહક પર ગુસ્સે થવાને બદલે ચાહક સાથે સ્લેફી પડાવી એ પણ પોતાના હાથમાં ફોન લઈને જાતે જ સ્લેફી ક્લિક કરી. આકાશનો સ્વભાવ જોઈને સૌ કોઈ તેમના વખાણ કરી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.