શેરમાં રોકાણ કરવાનો સારો દિવસ! આ શેરમાં રોકાણ કરશો તો થશે મોટો ફાયદો, જોઈ લો આ શેર લિસ્ટ.
શું તમેં પણ શેર બજારમાં પૈસા રોકીને માલામાલ થવા માંગો છો તો આ બ્લોગ જરૂરથી વાંચજો. હાલમાં જો તમે શેર લેવાનું વિચારી રહ્યા છો, ત્યારે આ કંપનીના શેરમાં જો તમે રોકાણ કરશો તો તમને મોટો ફાયદો થશે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે કઈ કંપનીના શેર તમારે ખરીદવા જોઈએ.
ગઈકાલે સેન્સેક્સ 3.94 પોઈન્ટના મામૂલી વધારા સાથે 65,220.03 પોઈન્ટ પર બંધ થયો હતો.ગઈકાલે બજારમાં વધુ હલચલ જોવા મળી ન હતી, જો કે મોટા ભાગના સેક્ટર લીલાછમ રહ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ બંને સૂચકાંકોએ ઉછાળો દર્શાવ્યો હતો.
ગઈકાલે અદાણીના શેરમાં ફરી જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી. અદાણી એન્ટરપ્રાઇઝિસ, એચડીએફસી લાઇફ, આઇટીસી, હીરો મોટોકોર્પ ગઇકાલે ટોપ ગેઇનર્સમાં હતા, જ્યારે બીપીસીએલ, સિપ્લા, બજાજ ફિનસર્વ ટોપ લુઝર્સમાં હતા. મોમેન્ટમ ઈન્ડિકેટર મૂવિંગ એવરેજ કન્વર્જન્સ ડાયવર્જન્સ (MACD) એ વ્હર્લપૂલ ઓફ ઈન્ડિયા, મોલ્ડ-ટેક ટેક્નોલોજીસ, ઝાયડસ વેલનેસ, MRPL, હિન્દુસ્તાન કોપર, વન97 કોમ્યુનિકેશન્સ, નેટવર્ક18 અને SUN ટીવી શેરોમાં તેજીના સંકેતો આપ્યા છે.
MACD ટ્રેડેડ સિક્યોરિટીઝ અથવા સૂચકાંકોમાં ટ્રેન્ડ રિવર્સલને સંકેત આપવા માટે જાણીતું છે. જ્યારે MACD સિગ્નલ લાઇનને પાર કરે છે, ત્યારે તે બુલિશ સિગ્નલ આપે છે, જે સૂચવે છે કે શેરના ભાવમાં ઉપરની ગતિ જોવા મળે તેવી શક્યતા છે. તેવી જ રીતે, તે મંદી પણ સૂચવે છે. એટલે કે આજે રોકાણકારો આ શેરો પર વિચાર કરી શકે છે.
MACD એ દેવયાની ઇન્ટરનેશનલ, નોસિલ, કોરોમંડલ ઇન્ટરનેશનલ અને PI ઇન્ડસ્ટ્રીઝ માટે મંદીનો સંકેત આપ્યો છે. મતલબ કે હવે આ શેરોમાં ઘટાડો થવા લાગ્યો છે. તેનો અર્થ એ કે તમારે આજે આ શેરોથી અંતર રાખવું જોઈએ. શેરબજારમાં નાણાંનું રોકાણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
જે શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી રહી છે તેમાં BHEL, લિન્ડે ઇન્ડિયા, HBL પાવર, NBCC અને વેલસ્પન ઇન્ડિયાનો સમાવેશ થાય છે. આ શેરોએ તેમની 52 સપ્તાહની ઊંચી સપાટીને પાર કરી છે. આ આ શેરોમાં તેજીનું વલણ દર્શાવે છે. આજે આ શેરોમાં રોકાણ કરવું ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. શેર માર્કેટમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા સલાહકારના સૂચનો અવશ્યપણે લેવા જોઈએ.