અનંત અને રાધિકાના લગ્ન માટે ભવ્ય અને દિવ્ય કાશી નગરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જુઓ આ ખાસ વિડીયો આવ્યો સામે….
અનંત અને રાધિકાના લગ્ન ૬ જુલાઈથી ૧૫ જુલાઈ સુધી યોજાયેલ. આ દરમિયાન અનેક રસમનું ખાસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. સૌથી ખાસ અને ભવ્ય આયોજન ૧૨ જુલાઈના રોજ જુઓ વર્લ્ડ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે નિતા અંબાણીએ પોતાના દીકરાના લગ્ન માટે કાશી નગરીનું નિર્માણ કરાવ્યું હતું.
નીતા અંબાણી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જણાવ્યું કે, “કાશી સાથે મારી ભક્તિનો એક ખાસ સંબંધ રહ્યો છે. હું અને મારો પરિવાર કોઈપણ શુભ પ્રસંગ પહેલાં હંમેશા દેવી-દેવતાઓના દર્શન કરવા જતા હોઈએ છીએ. હું થોડા દિવસ પહેલા જ અનંત અને રાધિકાને ભગવાનનો આશીર્વાદ મળે તે માટે વારાણસી આવી હતી.”
તેણી વધુમાં કહે છે કે, “મને આ પ્રાચીન નગરી ખૂબ જ ગમે છે. અનંત અને રાધિકાના લગ્ન સંબંધિત જેટલા પણ ફંક્શન થયા છે તેમાં અમે ભારતીય સંસ્કૃતિને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કર્યો છે. મને ખુશી છે કે લગ્નમાં કાશીની તે જ પવિત્રતાનો અનુભવ થશે. તમને જાણીને નવાઈ લાગશે કે અનંતના લગ્નમાં તમામ લોકોને કાશી નગરીની આબેહૂબ પ્રતિકૃતિ જોવા મળશે.
આ કાશી નગરીમાં દેવી-દેવતા, પંડિતોના મંત્રોચ્ચાર, કાશીનું ભોજન ગંગા કિનારે સૂર રેલાવતી તે શરણાઈઓ દરેક લગ્નને મંગલમય બનાવશે અને મહેમાનોને કાશી નગરીની ખાણીપીણી અને કાશી નગરીની ગલીઓનું મહેમાનોને અનુભૂતિ કરી હતી.
આપણે સૌ કોઈ જાણીએ છે કે કાશીમાં, મહાદેવ વસે છે. આ કાશી નગરી પાવન છે. એટલે કે લગ્નની થીમ વારાણસી પર આધારિત હતા. જેમાં બનારસની પરંપરા, ધાર્મિકતા, સંસ્કૃતિ, કલા- શિલ્પ અને ભોજન જોવા મળ્યું હતું, હાલમાં જ મનીષ મલ્હોત્રાએ આ ભવ્ય કાશી નગરીનો વિડિયો શેર કર્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.