India

હનુમાનજી ના મંદિર મા ચમત્કાર થયો ???? હનુમાનજી ની આંખો માથી આસુંનો ની ધારાઓ વહી…જુઓ વિડીઓ

આમ જોવામાં આવે તો ભારત માં બહુ બધા અનોખા મંદિરો આવેલ છે પરંતુ ઘણા મંદિરો એવા હોય છે કે જેની ચર્ચા ત્યાં થતાં ચમત્કારો અને અવિશ્વાસનીય કારણો ના લીધે હોય છે. આ વાત દરેક લોકો સારી રીતે જાણે જ છે કે ભારતમાં ધર્મ અને આસ્થાનું લોકોના દિલોમાં એક અનોખુ મહત્વનુ સ્થાન છે. દુનિયાભરમા ઘણા નાના મોટા મંદિરો આવેલ છે. તમને દરેક કોઈના કોઈ ગલીની અંદર મંદિર જોવા મળી જ જશે.

ત્યાં જ દેશમાં એવા પણ ઘણા મંદિરો આવેલ છે કે જે કોઈ ચમત્કાર અથવા વિશેષતા ના કારણે દુનિયા ભરમાં પ્રસિધ્ધ હોય છે. ત્યારે હાલમાં એક આવું જ અનોખુ મહિમા ધરાવતું મંદિર સામે આવી રહ્યું છે કે જેના વિષે સાંભળીને દરેક લોકો હેરાન રહી ગ્યાં છે. જી હા આ મામલો ઉતરપ્રદેશ ના જનપદ હાપુંડ થી સામે આવી રહેલ છે જ્યાં ગ્યાં ગુરુવાર ના રોજ શહેર માં એક ખબર બહુ જ જડપથી આગળ વધતી ગઈ હતી કે એક મંદિરમાં ભગવાન હનુમાન જી ની પ્રતિમાં ની આંખ માથી આંસુ નીકળી રહ્યા છે.

પછી શું હતું આટલું સાંભળતા જ મંદિરમાં ભક્તો ની ભીડ ઉમટી પડી હતી. તમને જણાવી દઈએ કે પવન પુત્ર હનુમાંજી દાદા ની આ પ્રતિમા પિલખુયા ના શ્રી ગુલરું બાબા મંદિર ની છે. આ મંદિર સમિતિ ના પદાધિકારીઓએ આ જણાવ્યું કે ગુરુવાર ની સાંજે પ્રભુ હનુમાન જી ની આંખો થી આંસુ નીકળવા લાગ્યા જેના બાદ આ ખબર પૂરા શહેરમાં આગની જેંમ ફેલાઈ ગઈ હતી અને જોતજોતામા જ ભગવાન હનુમાન જી ના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂર થી મંદિર માં પહોચવા લાગ્યા.

મંદિર માં ભક્તો ની ભીડ જામી ગઈ. એવું જાણવામાં આવી રહ્યું છે કે મંદિર માં આવતા ભક્તો ફૂલ અને માળાની સાથે સાથે પ્રસાદ પણ હનુમાન જી ની પ્રતિમા પર ચડાવા લાગ્યા હતા. ભક્તો દ્વારા દર્શન, પુજા, આરતી, પ્રસાદ ચડાવા અને ભોગ લગાવાનો ક્રમ અડધી રાત સુધી સતત ચાલતો હતો. લોકોનું એવું કહેવું છે કે ભગવાન ની આંખો થી નીકળતા આંસુ તેમણે જોયા છે.

ત્યાં જ ઘણા ભક્તો નો એવો પણ દાવો છે કે તેમણે ભગવાન ના આંસુ પણ લૂછયા હતા. જોકે અમે આની પુસ્તી કરતાં નથી. હાલમાં તો આ વિડીયો બહુ જ જડપથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ  રહ્યો છે. આ વિડીયો વાઇરલ થયા  બાદ ઘણા બધા ભક્તો આ મંદિર માં આવ્યા અને આ ચમત્કાર ના સાક્ષી બન્યા હતા. જોકે આ પહેલીવાર નથી કે આવી કોઈ ઘટના સામે આવી છે. ભારત માં એવા ઘણા મંદિરો આવેલ છે જ્યાં ભગવાન દ્વારા ચમત્કાર નો દાવો કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!