શેરબજારમાં પૈસા ડબલ કરવામાં અમદાવાદના વ્યક્તિ 32 લાખ ગુમાવ્યા, જાણો પુરી ઘટના….
હાલમાં યુવાનોથી લઈને વડીલો પણ શેર બજારમાં (Share bazar) પૈસાનું રોકાણ કરીને પૈસા કમાઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ શેર બજારમાં પૈસા રોકાનારો માટે એક ચેતવણી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે અમદાવાદના સાઉથ બોપલ એરિયામાં રહેતા એક નિવૃત બેન્કર (Retried banker )સાથે શેરમાર્કેટમાં 32 લાખ રૂપિયાની (Money )છેતરપિંડી થઈ છે
ભરત શાહ સાથે શેર બજારમાં પૈસા રોકાણ બાબતે ફ્રોડ થઈ શેરબજારમાં રોકાણ પર વળતર મળવાનું તો એક બાજુ રહ્યું પરંતુ 32 લાખ ગુમાવવા પડ્યા. ભરત શાહ બે વર્ષ અગાઉ વેરાવળની એક બેન્કમાંથી રિટાયર થયા હતા અને અમદાવાદમાં રહીને શેરબજારમાં રોકાણ (investmen) કરતા હતા.
ભરત શાહ બોપલ ફ્લાયઓવર પાસે ભરત ભાલાલાના સંપર્કમાં આવ્યા હતા. ભાલાડા તેમની પાસે આવ્યો હતો અને શેરબજારમાં મોટી કમાણી કરાવવી આપવાની લલચામણી વાતો કરી હતી. ભરત શાહ તેની વાતમાં આવી ગયા અને રોકાણ કરવા તૈયાર થઈ ગયા.
ભરત શાહને તેમના રોકાણ પર સારું વળતર (profit) મળ્યું તેના કારણે તેમને ભરત ભાલાલા પર ભરોસો બેઠો અને વધુને વધુ મૂડી આપવા લાગ્યા જેથી ભાલાલાને કુલ મળીને 32 લાખ રૂપિયાની મૂડી આપી હતી.
વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવ્યો અને રિટર્ન કે મૂડી આપવાનું બંધ કરી દીધું અને ફોન પણ બંધ કરી દીધો અને ભાડાના મકાનમાંથી ગુમ થઈ ગયો. તેથી 32 લાખ રૂપિયા કઢાવવા માટે હવે રિટાયર્ડ બેન્કર ભરત શાહે સરખેજ પોલીસ સ્ટેશનમાં (Police station) ફરિયાદ નોંધાવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.