Gujarat

અમદાવાદમાં કાળજું કંપાવી દે તેવી ઘટના! યુવકે પોતાની સગી જનેતાને ઊંઘમાં જ મારી નાંખી, અને પછી પોતે એવું કર્યું કે જાણીને ધ્રુજારી ચડી જશે….

આ જગતમાં માંથી મોટું કોઈ નથી! દરેક સંતાન માટે તેની માતા વ્હાલી હોય છે અને ખાસ કરીને દીકરાને માં અતિ વ્હાલી હોય છે. હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે સગા દીકરાએ પોતાની જનેતાને જ મોતને ઘાટ ઉતારી દીધી, આ દુઃખ ઘટના વિષે વિગતવાર માહિતી આપીએ. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર અમદાવાદના પાલડી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહેલાક્ષ્મી ફ્લેટ્સમાં રહેતા મૈત્ર દિલીપ ભગત (ઉં વર્ષ 43)એ તેમની 72 વર્ષીય માતા દત્તાબેન ભગતની હત્યા કરીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. મૃતક દિલીપ ભગત કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત હતા.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, રાત્રે દત્તાબેન ઘરમાં સૂતાં હતાં ત્યારે મૈત્ર દિલીપભાઈએ તેમની છરી વડે હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેમણે ઘરમાં જ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે ,સવારે ઘરના દરવાજા પાસે દૂધ અને પેપર પડ્યાં હોવા છતાં 8 વાગ્યા સુધી કોઈ ઘર ખોલતું ન હોવાથી પડોશીઓને શંકા ગઈ હતી. જેથી તેમણે ઘરનું તાળું તોડ્યું ત્યારે મૃત દેહ જોવા મળ્યા.

આ બનાવ અંગે જાણ થતાં જ DCP Zone 7, ACP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. FSLની મદદથી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. હાલમાં આ હત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ બનાવ અંગે હાલમાં કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, ક્યાં કારણોસર દીકરાએ માતાની હત્યા કરી અને પોતે આત્મહત્યા કરી,

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!