ભાવનગરમાંથી સામે આવ્યો હત્યાનો હચમચાવી દેતો બનાવ! છોકરો સાંજે બહાર ગયો અને સાંજે લાશ મળી આવી.. જાણો વિગતે
દિવસેને દિવસે એવા બનાવો બની રહ્યા છે કે વાંચી કે સાંભળીને આઘાત લાગે. હાલમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. આ ઘટના દરેક વાલીઓ માટે ચેતવણી સમાન પણ છે. આ બનાવ ભાવનગરમાં બન્યો હોવાથી હાહાકાર મચી ગયો છે, કારણ કે આ વિસ્તારમાંથી સગીરવયના
વિદ્યાર્થીની લાશ મળી આવી છે. આ સગીરનું મુત્યુ કઈ રીતે થયું તે અંગે વિગતવાર જણાવીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ સરીતા સોસાયટીમા રહેતા શશીકાંત ભાઈ વાઢૈયાનો પુત્ર પલ શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલી દોલત અનંત વળીયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. આ સગીર ઘરેથી સાંજે ૭ વાગ્યા આસપાસ ઘરેથી કહ્યા વગર બહાર ગયો હતો.
માતા – પિતાએ તો સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આ છેલ્લી વાર તેમના દીકરાનું મોઢું જોઈ રહ્યા છે.
આજ રોજ સવારે ભાવનાગરના બહુમાળી ભવન સામે આવેલ જહાંગીર મીલની ચાલીમાં અવાવરું સ્થળે સગીર વયના વ્યક્તિની લાશ મળી આવતા જ . પોલીસ કાફલો ઘટના સ્થળે આવેલ અને સ્થળ પરથી મૃતક સગીરના આધારકાર્ડ આધારે તપાસ હાથ ધરતા આ સગીરની ઓળખ થઇ હતી.
પોલીસને ગઈકાલે સાંજે ૭ વાગ્યા આસપાસ ઘરેથી કહ્યા વગર નીકળ્યો હોવાની વિગત મળી હતી. મૃતકના શરીર પર તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું હતું. દરમ્યાન સ્થળ પર લોહીવાળા કપડાં પણ કબ્જે કરવામાં આવ્યાં હતાં. ઘટનાને લઇ પોલીસે ડોગ સ્કવૉડની મદદથી આરોપીઓને ઝડપી પાડવા તાજવી હાથ ધરી હતી. દીકરાના મોતની ખબર મળતા જ પરિવારમાં શોકમય વાતાવરણ ફેલાઈ ગયું છે.