વેબ સીરીઝ ને ટક્કર મારે તેવી સ્ટોરી ! સુરત 2001 કરેલ ખુનનો આરોપી 23 વર્ષ એ મથુરા મા માથી ઝડપાયો.. સાધુ બની ને રહેતો હતો અને પોલીસે પણ પકડાવા સાધુ બની…
આપણે ફિલ્મો અને વેબ સિરીઝમાં તો દમદાર અને રહસ્યમય સ્ટોરીઓ જોતા હોય છે પરંતુ હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જે વેબ સીરીઝ અને ફિલ્મોની સ્ટોરી ને ટક્કર મારે ! વાત જાણે એમ છે કે, સુરતમાં (Surat) વર્ષ 2001 કરેલ ખુનનો આરોપી (Murder) 23 વર્ષ એ મથુરા મા માથી ઝડપાયો.. સાધુ બની ને રહેતો હતો અને પોલીસે પણ પકડાવા સાધુ બની.
દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે આ ઘટના અંગે જાણીએ તો સુરતમાં આરોપીએ( criminal) વર્ષ 2001માં પ્રેમિકાના ઘરે અવારનવાર આવતા યુવકને મોતને ઘાટ ઉતારી નાંખ્યો હતો અને આ આરોપીને પકડવા જેના પર 45 હજારનું ઈનામ જાહેર થયેલ. પોલીસને બાતમી મળી હતી કે, આરોપી સાધુ બનીને ઉત્તરપ્રદેશ, મથુરા, નંદગામ ખાતે આવેલા કોઈ આશ્રમમાં રહે છે. આ વાતની જાણ થતાં જ તાત્કાલિક જ પોલીસે આરોપીને પકડવા ટીમ બનાવી ઉત્તરપ્રદેશ, મથુરા ખાતે રવાના કરવામા આવી હતી.
100થી વધારે આશ્રમો (aashrm) અને ધાર્મિક સ્થળો હતા અને આરોપી ક્યાં હતો તે અંગે કોઈ ચોક્કસ માહિતી ના હતી. પી.આઈના માર્ગદર્શન અને સૂચનો મેળવી સતત બે દિવસ સુધી સાધુનો વેશ ધારણ કરી અલગ-અલગ આશ્રમોમાં ફરી આરોપી બાબતે ખરાઈ કરતા હતા.આરોપી કુંજકુટી (Kunjkuntiaashrm)નામના આશ્રમમાં રહેતો હોવાની જાણકારી મળી હતી, જેથી આશ્રમમાં પોલીસની ટીમના સભ્યો સેવાર્થી તરીકેની આરોપીને ઓળખ આપીને તેની સાથે ઓળખાણ કાઢીને તેની અંગત વિગતોની માહિતી મેળવી હતી. આખરે એજ વ્યક્તિ આરોપી હોવાની ખાતરી થતા. આરોપી પદમ ઉર્ફે રાકેશ ઉર્ફે પદમ ચરણ ગૌરવહરી પાંડાની ધરપકડ કરતા સ્થાનિક પોલીસ પણ ચોંકી ગયેલ.
આરોપીને સુરત લાવીને તેની પૂછ પરછ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે વર્ષ 2001માં તે ઉધનાના શાંતિનગર વિસ્તારમા રૂમ ભાડે રાખી રહેતો હતો. આ દરમિયાન જ પાડોશી મહિલા સાથે પ્રેમ થયો. આ મહિલાના ઘરે વિજય સાંચીદાસ પણ અવરજવર કરતો હતો. ઘરે ન જવા માટે સમજાવ્યો હતો છતાં વિજય ઘરે જતો હતો આ કારણે આરોપીએ જૂની અદાવત રાખી 3 સપ્ટેમ્બર, 2001ના રોજ પદમે વિજયનું અપહરણ કરીને તેના મિત્રો સાથે મદિનરગળેટૂંપો આપી હત્યા કરી નાખી હતી.
વિજયની હત્યા બાદ તેની લાશને સગેવગે કરવા ખાડીમાં ફેંકી દઇ ફરાર થઈ ગયા હતા. આરોપી પોતે તેના વતન નાસીપાસ થઈ ગયો હતો. પોલીસ તેને પકડી ન શકે એ માટે તે ભાગીને મથુરા ચાલ્યો ગયો હતો. અહીં કુંજકુટી આશ્રમમાં સાધુ બનીને રહેવા લાગ્યો હતો. હાલમાં પોલીસે આરોપીને પકડીને યોગ્ય કાર્યવાહી શરૂ કરી છે.