રાજકોટમાં વિધાર્થીની એ એવી વાત ને લીધે આત્મહત્યા કરી લીધી કે જાણી તમને આંચકો લાગશે, સુસાઇડ નોટમાં કહી દીધી આ વાત…
આજના સમયમાં આત્મહત્યાના પ્રમાણ ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થીનિએ પોતાનું જીવન ટૂંકાવી લીધું. આ દુઃખદ ઘટનાનું કારણ જાણીએ કે આખરે ક્યાં કારણોસર આ યુવતીએ આત્મહત્યા કરી છે. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.
દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, રૈયાધાર વિસ્તારની રહેવાસી 18 વર્ષીય પ્રાર્થના વિપુલભાઇ પારેખ એ પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. આ બનાવ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.આ બનાવમાં પરિવાર અંગે પોલીસ દ્વારા માહિતી મળી છે કે, પ્રાર્થના બે બહેન અને એક ભાઇમાં મોટી હતી અને તેના પિતા છૂટક મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે જ્યારે તેમના માતા મોદી સ્કૂલમાં પ્યૂન તરીકે નોકરી કરી પરિવારને આર્થિક મદદરૂપ થાય છે.
પ્રાર્થનાએ ગત વર્ષે ધોરણ 12ની પરીક્ષા આપી હતી અને તેમાં તે એક વિષયમાં ફેલ થઇ હતી.પૂરક પરીક્ષા આપી તે વિષય પાસ કરી લીધો હતો. પાંચેક દિવસથી પ્રાર્થના તેના પરિવારજનો સાથે અલગ અલગ કોલેજોમાં એડમિશન માટે જતી હતી, પરંતુ એડમિશન મળ્યું નહોતું એટલે બીજે કોલેજમા એડમિશન માટે જવાનું હતું ત્યારે જ પ્રાર્થના પોતાના રૂમમાં તૈયાર થવા ગઇ હતી પરંતુ જ્યારે પ્રાર્થના બહાર ન આવતા માતાને અજુકતું લાગ્યું હતું અને આખરે રૂમમાં ગળોફાંસો ખાધેલી હાલતમાં જોવા મળેલ.
આ બનાવમાં પ્રાર્થના એ આત્મહત્યા કરતા પહેલા સુસાઇડ નોટમાં લખ્યું કે ‘મને આજે એડમિશન ન મળ્યું તો હું શું કરીશ?, તમને બધાને લાગે છે હું આખો દિવસ ખુશ રહું છું તો મને કંઇ ટેન્શન નથી, તમારા કરતા વધારે મને ટેન્શન છે, કારણ કે ફ્યૂચર તો મારું છેને તેથી સોરી.’ પ્રાર્થનાનાના દુઃખદ નિધનના કારણે પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયેલું. દરેક યુવા પેઢી એ યાદ રાખવું જોઇએ કે જીવનમાં કોઈપણ તકલીફ આવે તો પણ આવું પગલું ન ભરવું જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.