આ શહેરમાં ડ્રિમ 11 માં સબઇન્સ્પેક્ટર જીત્યો 1.5 કરોડ રૂપિયા, પણ થયું એવુ કે મામલો રાજ્યના ડેપ્યુટી CM સુધી પોંચ્યો… જાણો શું થયું એવુ?
હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આપણે જાણીએ છે કે હાલમાં લોકો ઓનલાઈન ગેમ્સ રમીને અવનવા કાંડ કરતા હોય છે. હાલમાં જ મહારાષ્ટ્રના પુણેમાં એક સબ ઇન્સ્પેક્ટરે Dream11 ક્રિકેટ ફેન્ટસી એપ પર 1.5 કરોડ રૂપિયા જીત્યા છે. હવે આ મામલો સરકાર સુધી પહોંચ્યો છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આ ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગ આ મામલાની તપાસ કરી રહ્યું છે કે સરકારી અધિકારીને આવી ગેમ રમવાની છૂટ છે કે નહીં. ભાજપના એક નેતાએ આ મામલે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને ફરિયાદ કરી છે.
આજ તકના અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્રના પુણેમાં પિંપરી-ચિંચવડ પોલીસ કમિશનરેટમાં તૈનાત સબ ઇન્સ્પેક્ટર સોમનાથ ઝેંડેએ ડ્રીમ XI એપ પર એક ટીમ બનાવી હતી. સદભાગ્યે તેમની ટીમ રેન્ક-1 પર રહી અને સોમનાથ રૂ. 1.5 કરોડ જીત્યા. આટલી મોટી રકમ જીત્યા બાદ સોમનાથે મીડિયા સામે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
જ્યારે આ મામલો ચર્ચામાં આવ્યો, ત્યારે આ સમાચાર પોલીસ વિભાગ સુધી પહોંચ્યા અને અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા. હવે આ બાબતની ફરિયાદ સરકાર સુધી પહોંચી છે. હાલમાં ઓફિસર સામે ફરિયાદ નોંધાઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.