રાજકોટ મા ચાર વર્ષ ની દીકરી નુ કરુણ મોત નિપજ્યું ! એવી ઘટના બની કે સૌ કોઈ ધૃજી ગયુ…
આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક અકસ્માત સામે આવી રહ્યો છે. જેમાં આ બાળા જીવરાજ પાર્ક પાસે આવેલા અંબાજી મંદિર પાસે રમતી હતી ત્યારે મંદિરનો લોખંડનો ગેઇટ માથે પડતાં ગંભીર ઇજા થતા તેનો મોત નીપજ્યું હતું. ચાલો તમને આ ઘટના વિસ્તારમાં જણાવીએ.
આ ઘટના રાજકોટના કણકોટ રોડ પર આવેલા ક્રિસ્ટલ એ-વન એપાર્ટમેન્ટ બ્લોક નં. 301-ડીમાં રહેતાં દંપતીની એકની એક ચાર વર્ષની દિકરીનું અકસ્માતે મોત નીપજ્યું છે. આ બાળા જીવરાજ પાર્ક પાસે આવેલા અંબાજી મંદિર પાસે રમતી હતી ત્યારે મંદિરનો લોખંડનો ગેઇટ માથે પડતાં ગંભીર ઇજા થતા સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ હોસ્પિટલ પહોંચે એ પહેલા જ અંતિમ શ્વાસ લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
વાત કરીએ તો દાદા રોજ પૌત્રીને મંદિરે લઈને જતા હતા. પ્રાપ્ત વિગત મુજબ ક્રિસ્ટલ એ-વનમાં રહેતાં કારખાનેદાર રવિભાઇ પ્રવિણભાઇ ઉંજીયા અને ફોરમબેન રવિભાઇ ઉંજીયાની દીકરી આરવી (ઉં.વ.4) સાંજે નજીકના જીવરાજ પાર્ક ખાતે પોતાના દાદા પ્રવિણભાઇ ઉંજીયા સાથે ગઇ હતી. પ્રવિણભાઇના મોટા ભાઇ અહીં રહેતાં હોય પોતે લગભગ દરરોજ અહીં આવેલા અંબાજી મંદિર ખાતે આવતાં હતા. ગઇકાલે પણ પૌત્રી આરવીને લઈને ગયા હતા
ઘટના એવી બની કે આરવી બીજા બાળકો સાથે મંદિરના ગેટ નજીક રમતી હતી ત્યારે અચાનક કોઇએ ડેલો ખોલવાનો પ્રયાસ કરતાં જ ચારેક ફૂટનો આ ગેટ પડી જતા આરવી તેની નીચે દબાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે તુરંત જ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં મોત નીપજ્યાનું તબીબે જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આમ આરવી પ્લે હાઉસમાં જતી હતી. અંતિમવિધિ માટે તેનો મૃતદેહ મૂળ વતન જેતપુરના પ્રેમગઢ ખાતે લઇ જવામાં આવ્યો હતો. પરિવારની એકની એક દીકરીના મોતથી માતા-પિતા આઘાતમાં ગરક થઇ ગયા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી