Gujarat

અમદાવાદમાં થયો ખુબ મોટો અકસ્માત!! બેફામ જેગોઆર ચાલકે એક સાથે આખા ટોળાને લીધા પોતાની ઝપેટે, 9 ના કરુણ મોત….

ગુજરાતના અમદાવાદ શહેરમાં ગોજારો અકસ્માત સર્જાયો છે, જેમાં એકી સાથે 9 લોકોના કમકમાટી ભર્યું મોત થયું છે. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે આખરે આ ભયંકર અકસ્માત કઈ રીતે બન્યો. દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર જાણવા મળ્યું હતું કે, અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે અકસ્માત થયો હતો.

આપણે ત્યાં આવી ઘટના બને એટલે તાત્કાલિક જ ટોળા ભેગયા થઈ ગયા હતા અને આ દરમીયાન જ સૌથી દુઃખ એક બનાવ બન્યો. જ્યારે લોકોના ટોળા અકસ્માતના દ્રશ્યો જોતા હતા એ દરમિયાન જ કર્ણાવતી ક્લબ તરફથી આવી રહેલી જેગુઆર કાર અંદાજે 160થી વધુની સ્પીડે આવીને કોન્સ્ટેબલ સહિત 9 લોકોને અડફેટે લઈ લીધા.

10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. આ અકસ્માત કરનાર ગોતા વિસ્તારના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલનો દીકરો તથ્ય પટેલ નામ સામે આવ્યું છે. આ બનાવ દરમિયાન કારમાં એક યુવક અને યુવતી પણ હતા. જેઓને પણ ઈજા થઈ હતી.

આ બનાવ બાદ યુવકને માર મારવામાં આવેલ જેથી તેને ઇજા થતાં તાત્કાલિક સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલમાં આ બનાવના પગેલે પોલીસે યોગ્ય તપાસ હાથ ધરી છે. ખરેખર આ બનાવના પગેલ અનેક લોકોનો પરિવાર વેર વિખેર થઈ ગયો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!