ગુજરાત હવામાન વિભાગની ખુબ મોટી આગાહી!! આ તારીખે મેઘો થશે ગાંડોતુર, કાલે આ જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે….
હાલમાં ગુજરાતમાં (Gujarat) વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. લોકો પણ હવે રાહ જોઈ રહ્યા છે કે મેઘરાજા વિરામ લે પરંતુ મેઘરાજા તો મુશળધાર વરસી રહ્યા છે. ત્યારે કાલથી મેઘરાજા પોતાનું વિકરાળ રૂપ લઈને ધોધમાર વરસવા તૈયાર છે. 12 જુલાઈ સુધી ઉત્તરપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ આગામી બે દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શખ્યતા છે.
હવામાન વિભાગના (Meteorological Department) જણાવ્યા અનુસાર આવતીકાલથી એટલે કે 12 જુલાઈથી 15 જુલાઈ સુધી ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે, આવતીકાલથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી છે. આવતીકાલે અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે સુરત, વલસાડ, ભરૂચ, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે.
13 જુલાઈએ દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, તાપી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદથવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 14 જુલાઈના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં (Gujarat saurashtra)વરસાદની શક્યતા છે તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની પણ આગાહી કરી દીધી છે.
તા 15થી 23 જુલાઈ દરમિયાન વરસાદની સંભાવના છે. રાજ્યનાકેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે. તો કચ્છના ( Kutch) કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠાની નદીઓમાં પૂર આવશે. આ સાથે નર્મદા, તાપી, રૂપેણ નદીમાં પૂરની આશંકા છે.